મોટા ભાગના લોકો નથી જાણતા પટેલોનો આ ગૌરવશાળી ઈતિહાસ, કેવી રીતે કહેવાયા ‘લેઉવા’ અને ‘કડવા’

Published on: 10:07 am, Fri, 16 July 21

પટેલોનો ખૂબ જ મોટો ઇતિહાસ છે, જેની હજુ પણ ઘણી એવી વાતો છે જે લોકો જાણતા નથી. તો આજે આપણે જાણીએ કે કેવી રીતે થયો હતો પટેલનો ઉદ્ભવ?

ભારતના પશ્ચિમ આવેલા ગુજરાત રાજ્યમાં પટેલ, પાટીદાર અથવા કણબી કહેવાતા લોકોને આ રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ માનવામાં આવે છે. પટેલોમાં પણ ‘લેઉવા’ પટેલ અને ‘કડવા’ પટેલ એમ બે પેટા જ્ઞાતિ આવેલી છે. માનવામાં આવે છે કે તેઓ કૃમઋષિના વંશજો છે. આ કારણે જ તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે ઓળખાતા હતા. ઈતિહાસકારોના મતે પટેલો મધ્ય એશિયામાં આંસુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશમાં વસવાટ કરતા હતા. કહેવાય છે કે, ત્યાંથી એક સમૂહે અફઘાનિસ્તાનમાં થઈને હિંદુકુશ પર્વતમાળા પાર કરીને ખૈબરઘાટનાં માર્ગે પંજાબમાં દાખલ થયા હતા અને ત્યાં જ વસવાટ કર્યો હતો.

કણબી શબ્દ થવા પાછળનો પણ ઘણો ઇતિહાસ છે. કાળક્રમે ‘કુર્મી’ શબ્દ પરથી કુનબી અને ત્યાર પછીથી અપભ્રંશ થઇને આ શબ્દ ‘કણબી’ તરીકે ઓળખાતો થયો હતો. દરેક પટેલોના કુળદેવી હોય છે, એમાં જ કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર છે જે, ઊંઝામાં આવ્યું છે અને સાથે સાથે લેઉવા પાટીદારોના કુળદેવી માતા ખોડલ છે, મા ખોડલ નું મંદિર રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે આવેલું છે.

કહેવાય છે કે, પટેલો રેતીમાં પણ નાવ ચલાવી શકે છે. આજથી સેંકડો વર્ષ પહેલા પંજાબના તક્ષશિલાની બાજુમાં પટેલોના પૂર્વજોએ કેટ કેટલી મુશ્કેલીઓ વેઠી હતી. જ્યારે રાજય પરિવર્તન થયું ત્યાર પછી સ્થળાંતર કરીને પંજાબમાં વસવાટ કરતા ગુજરાતીઓ ગુજરાત તરફ આગળ વધ્યા હતા અને ગુજરાતમાં વસવાટ કરવાનો શરૂ કર્યો હતો. ગુજરાતીઓએ જરૂર પોતાની જન્મભૂમિ છોડી પરંતુ તેઓનો સહજ ધર્મ, ભક્તિ અને મહેનત કદી છોડી ન હતી. પટેલોની આ જ વાતને દુનિયા યાદ કરતી હતી.

લેઉવા અને કડવા પટેલ નો ઇતિહાસ
લેઉવા પટેલ કહેવામાં પણ ઘણો મોટો ઇતિહાસ રહેલો છે. પંજાબના સપ્તસિંધુ પ્રદેશ લેયા પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયોને લેઉવા તરીકે ઓળખાયા હતા.

આ સાથે સાથે જ કરડ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો ને કડવા તરીકે ઓળખાયા હતા. ‘લેયા’ એ લવે વસાવેલી નગરી અને કરડ એ કુશએ વસાવેલી નગરી હોવાનું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.