ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોઈદિવસ વધેલા ભાત ફેંકશો નહીં- આ રીતે બનાવો ભાતના સ્વાદિષ્ટ પરોઠા

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે મોટાભાગનાં લોકોનાં ઘરમાં ભોજન બાદ વધેલ રસોઈને લોકો ઘણીવાર ફેકી દેતાં હોય છે. ખાસ કરીને તો કેટલાંક લોકોનાં ઘરમાં દરરોજ ભાત બનાવવામાં આવતાં હોય છે.

પરંતુ ઘણીવાર એ ભાત-ખીચડી વધવા પર એને ફેંકી દેતાં હોય છે. પણ શું આપ જાણો છો કે એને ફેંકી દેવાની જગ્યાએ આપ આ વધેલા ભાત કે ખીચડીનો ફરીથી પણ ઉપયોગ કરી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવવામાં આવે છે વધેલા ભાત તેમજ ખીચડીનાં પરોઠા…

પરોઠાં બનાવવાની રીત
સૌપ્રથમ તો એક વાસણમાં ભાતને બરાબર મેશ કરી લો. હવે એમાં સોજી, દહીં તેમજ પાણી ઉમેરીને બરાબર ભેળવી દો. એમાં લીલા મરચાં, જીરૂ, લાલ મરચું પાવડર તથા મીઠું પણ ઉમેરી દો. હવે એને ધીમા ગેસ પર એક તવો ગરમ કરો. એની ઉપર તેલ લગાવીને ચીકણું કરી લો.

હવે તવો ગરમ થતાંની સાથે જ તૈયાર મિશ્રણ તવા પર ફેલાવિ દો તથા તેને બન્ને બાજુ બરાબર શેકી લો. તૈયાર છે આપનાં ગરમા ગરમ વધેલ ભાતનાં પરોઠા.. જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જેને આપ કેચઅપ તેમજ ચટણીની સાથે પણ સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews