બાળકોને નાસ્તામાં બનાવી દો વેજ સ્પ્રિંગ રોલ્સ, ફટાફટ ડબ્બો થઇ જશે ખાલી

Published on: 5:37 pm, Tue, 8 June 21

ચાઇનીઝ ખાવાનું બધા ને બહુ જ પ્રિય હોય. એમાં સ્પ્રિંગ રોલ બાળકો ને બહુ જ ભાવે. સ્પ્રિંગ રોલ એ શાકભાજી અને નૂડલ્સ ના મિશ્રણ ને મેંદા ની રોટલી માં ભરી ને તળી ને બનાવામાં આવે છે. પણ એના કરતા જો હેલ્થી સ્પ્રિંગ રોલ બનાવી ને બાળકો ને ખવડાવા માં આવે તો કેવું સારું. આવો જાણીએ હેલ્થી સ્પ્રિંગ રોલ ની રેસીપી…

જરૂરી સામગ્રી:
2 કપ મેંદો
અડધી ચમચી બેકિંગ પાવડર

સ્ટફિંગ માટે સામગ્રી
1 કપ કોબી, ઝીણી સમારેલી
અડધો કપ છીણેલુ ચીઝ
1 ડુંગળી, ઝીણી સમારેલી

1 લીલું મરચું, બારીક સમારલુ
અડધી ચમચી કાળા મરીનો પાવડર
1 કેપ્સિકમ ઝીણું સમારેલુ

1 ચમચી સોયા સોસ
સ્વાદ અનુસાર મીઠું
રોલ્સ તળવા માટે તેલ

સ્પ્રિંગ રોલ્સ બનાવવાની રીત –
સૌ પ્રથમ બાઉલમાં મેંદાનો લોટને બેકિંગ પાવડર સાથે ભેળવીને ચાળી લો. અને પાણી નાખી પાતળું ખીરું તૈયાર કરો.

સ્ટફિંગ બનાવવાની રીત –
– એક કડાઈમાં તેલ નાંખો અને મધ્યમ તાપ પર રાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, લીલું મરચું નાંખો, ત્યારબાદ 2-3 મિનિટ માટે ફ્રાય કરો, ત્યારબાદ તેમાં કોબી, કેપ્સિકમ અને પનીર નાંખો અને 2-3 મિનિટ સુધી બરાબર ફ્રાય કરો.
– આ પછી કાળા મરી, મીઠું, સોયા સોસ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે સ્ટફિંગ તૈયાર છે.
– હવે ધીમી આંચ પર નોનસ્ટીક પેનમાં થોડું તેલ નાંખો અને તેમાં એક ચમચી મેંદાનો લોટ ઉમેરી ઢોસાની જેમ ફેલાવો. જ્યારે ડોસાની ઉપરની સપાટીનો રંગ બદલાઈ જાય ત્યારે તેને બહાર કાઢો અને પ્લેટમાં રાખો.

– એ જ રીતે બધા રેપર્સ તૈયાર કરો. જ્યારે રેપર્સ તૈયાર થઈ જાય, પછી એક-એક રેપર લો અને તેને પ્લેટમાં મૂકો, પછી તેના પર 2 ચમચી સ્ટફિંગ ભરો.
– રેપરમાંથી સ્ટફિંગ રોલ કરતી વખતે, તેને જમણી અને ડાબી બાજુએથી થોડુંક ફોલ્ડ કરો અને પછી ઉપરથી પણ ફોલ્ડ કરીને બધી બાજુથી રોલ બંધ કરો.
– તૈયાર રોલને પ્લેટમાં રાખો અને તે જ રીતે બધા રોલ તૈયાર કરો. જ્યારે બધા રોલ્સ તૈયાર થઈ જાય, પછી તેને ફ્રાય કરો. આમ તૈયાર છે તમારા સ્પ્રિંગ રોલ્સ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.