તમારા ફોનમાં કંપનીના ફોન આવતા હોય તો થઇ જશો સાવધાન- તમારી એક ભૂલ ખિસ્સા ખાલી કરી નાખશે

હાલમાં કોરોનાની મહામારી વખતે સાઈબર ક્રાઈમની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. અપરાધીઓએ અપનાવી નવી જ પદ્ધતિ એ આપને કસ્ટમર કેરનાં નામથી તમારા મોબાઈલ પર…

હાલમાં કોરોનાની મહામારી વખતે સાઈબર ક્રાઈમની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. અપરાધીઓએ અપનાવી નવી જ પદ્ધતિ એ આપને કસ્ટમર કેરનાં નામથી તમારા મોબાઈલ પર ફોન કરે છે તેમજ ચેતવણી પણ આપવામાં આવે છે, કે તમારાં મોબાઈલનું કનેક્શન તમારે વેરિફાઇ કરાવવાની જરૂર રહેલી છે.

જો આપ વેરિફાઈ નહીં કરાવો તો તમારું મોબાઈલ કનેક્શન પણ બંધ થઈ જશે. આપને કોલ કરતા અગાઉ સાઈબર અપરાધી તમારાં જ મોબાઈલ પર એક OTP પણ મોકલી આપે છે. ચાલુ ફોન પર જ આપની સાથે OTP ને શેર કરવાની વાત પણ કરે છે.

આપનાં વિશ્વાસને જીતવા માટે સાઈબર અપરાધી તમને ચાલુ કોલ પર જ જે કંપનીનાં મોબાઈલનો ઉપયોગ કરતાં હોય એ કંપનીનાં કસ્ટમર કેરની સાથે પણ કોન્ફરન્સ પર વાત કરીને તમારાં કોલની ખરાઇ કરવાની પણ કાકલૂદી કરે છે. એ આપને ગમે એ રીતે વાતમાં ફસાવીને જ OTP પણ મેળવી લે છે.

મહામાંરીના આવાં સમયમાં ‘કોરોના’ શબ્દ એ લોકોની માટે ભયરૂપ બન્યો છે. પણ સાઇબર અપરાધીઓની માટે તો આ એક કમાણીનો દરિયો પણ બની ચૂક્યો છે. તમે આપેલ OTP નો ઉપયોગ કરીને OLX તથા એને સમકક્ષ બીજાં પ્લેટફોર્મ પર એક નવું જ એકાઉન્ટ પણ બનાવી આપે છે.

ચહેરો જુદો તેમજ ચહેરાની પાછળ વ્યક્તિ પણ જુદો. આ લોકો મોંઘીદાટ ચીજ-વસ્તુઓને ખૂબ જ સસ્તા ભાવમાં વેચાણ માટે મૂકીને લોકોને આકર્ષિત પણ કરે છે. આવી રીતે લોકોની પાસેથી રૂપિયા પણ પડાવી લેતાં હોય છે. ત્યારપછી આ Fake એકાઉન્ટને બંધ પણ કરી દે છે.

જે વ્યક્તિએ કસ્ટમર કેરનાં નામથી સાઇબર અપરાધીને OTP આપેલ હોય છે, તેને આ Fake એકાઉન્ટની તમામ માહિતી પણ હોતી નથી.ત્યારબાદ તો પ્રશ્ન એ થાય છે કે, સાઇબર અપરાધીઓ આવા તમામ ડેટા કેટલી આસાનીથી આપણા દેશમાં મેળવી શકે છે તથા એનો ખુબ જ સારો ઉપયોગ પણ કરી શકે છે, એ ખૂબ જ ચિંતાજનક વિષય છે.

તેનાંથી બચવા માટેનો માત્ર એક જ ઉપાય છે, કે મહત્તમ લોકો સુધી સાઇબર ક્રાઈમ અંગેની જાગૃતતા પહોંચવી જ જોઈએ. મોબાઈલ પર આવેલ કોઈપણ જાતનાં OTP કોઈપણ વ્યક્તિનીથે ક્યારેય પણ શેર કરવો ન જોઈએ. કોઈપણ મોબાઈલ ફોન ઓપરેટર આપને ક્યારેય પણ મોબાઈલનાં સિમ કાર્ડને અપગ્રેડ કરવાં માટે કોલ કરતાં જ નથી.

મોબાઇલમાં જે પણ કંપનીનું સીમ કાર્ડ હોય છે, તે કંપનીની એપ્લિકેશન પર આપણે મોબાઈલમાં ડાઉનલોડ કરવાંથી તેમજ સિમ કાર્ડ અપગ્રેડ કરવાની રિક્વેસ્ટ મૂકીને પણ સીમકાર્ડ આપણી અનુકૂળતા પ્રમાણે અપગ્રેડ પણ કરાવી શકીએ છીએ. જો શક્ય હોય તો આવા નંબરની માહિતી સાઇબર ક્રાઈમ વિભાગને તથા મોબાઇલ ઓપરેટરને પણ આવા નંબરની માહિતી આપવી જ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *