શું તમારો ફોન પણ લોક થઇ ગયો છે ? હવે આ રીતથી માત્ર એક મીનીટમાં ખોલો…

TrishulNews.com
Loading...

આજકાલ દરેક પોતાના ફોનમાં લોક રાખતા હોય છે. તે પેટર્ન હોય, પિન હોય, ફિંગરપ્રિન્ટ હોય અથવા પાસવર્ડ હોય, ફોનમાં લોક હોવાથી કોઈ તેને જોતાં નથી અને આપણે ચિંતા મુક્ત રહી શકીએ છીએ. પણ ઘણી વાર આપણે સ્માર્ટફોનમાં પાસવર્ડ મૂકીને ભૂલી જતાં હોઈએ છીએ, અને તેના પછી મુશ્કેલીમાં મૂકાઈ જઈએ છીએ કે ફોનને કેવી રીતે ખોલીશું. તો જણાવીએ કે તમને હેરાન થવાની જરૂર નથી. કેમ કે અમે તમને કેટલાક એવી સરળ રીતો બતાવીશું, જેનાથી તમે મિનિટોમાં તમારા સ્માર્ટફોનને અનલોક કરી શકો છો.

ફોનમાં ઘણા બધા પાસવર્ડ નાખવામાં આવતા હોવાથી યાદ નથી રહેતું અને તેમ છતાં પણ તમે પાસવર્ડ નાખો છો તો એક Forgot PatternઅથવાForgot passwordનું ઓપ્શન આવે છે. જેના પર ક્લિક કરવાની છે. તેના પછી તમને ગૂગલ એકાઉન્ટનું યુઝરનેમ અને પાસવર્ડ પર સાઈન ઈન કરવાની રહેશે. તેના પછી તમે નવો પાસવર્ડ નાખી ફોન અનલોક કરી શકો છો.


Loading...

Factory Reset કરો, આ રીતને અપ્લાય કરવા માટે પહેલા એક વાતનું ધ્યાન રાખવું કે તેમાં ફોનમાં જે ડેટા, ફોટો અને સોન્ગ હશે તે તમને બીજી વાર નહીં મળે. એટલે તમે તમારો ફોન અનલોક કરો છો તો ફોનમાં રહેલો બધો ડેટા ડિલીટ થઈ જશે. જો તમે તેમ છતાં પણ તમારો ફોન અનલોક કરવા માગો છો તો પહેલા ફોનને ઓફ કરી દો, તેના પછી વોલ્યૂમ ડાઉન ડાઉન બટન અને પાવર બટનને એક સુધી દબાવીને રાખો.

trishulnews.com ads

કેટલોક સમય તેમાં આ રીત કર્યા બાદ રિકવરી મોડમાં એન્ટર કરો. તેના પછી તમારે Yes, delete all user data સિલેક્ટ કરો, તેના પછી તમારા ફોનને રિબૂટ કરો અને તમારો લોક ફોન અનલોક થઈ જશે. Device Managerની મદદથી આ રીત તેના એન્ડ્રોયડ ડિવાઈસ પ ર કામ કરે છે, જેમાં એન્ડ્રોયડ ડિવાઈસ મેનેજર એક્ટિવ છે. તેના માટે તમારે એન્ડ્રોયડ ડિવાઈસ મેનેજરની વેબસાઈટ પર જઈને ગૂગલ એકાઉન્ટ પર લોગઈન કરો.

એ વાતનું ધ્યાન રાખવું કે તમારા ફોનમાં જે એકાઉન્ટ હશે તે નાખો. લોગઈન પછી ‘Erase’ પર ક્લિક કરો, જેમાં તમારો ફોન ફેક્ટરી રિસેટ થઈ જશે અને તમે બીજી વાર પાસવર્ડ સેટ કરી શકશો. પરંતુ ધ્યાન રાખો કે આ ટ્રીક સાથે તમારો બધો ડેટા ડિલીટ થઈ જશે. Voice Assistantનું પણ એક બીજું ઓપ્શન છે. જો તમારા ફોનમાં ગૂગલ અસિસ્ટેન્ટ પહેલા સેટ કરી રાખ્યું છે અને તમારો વોઈસ રિકોર્ડ કરી રાખ્યો છે તો ‘Unlock with Voice’ઓપ્શન પર ક્લિક કરો, જો તમે ok Google બોલીને ફોનને અનલોક કરી શકો છો.

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...