ખેડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, પાંચ કિલોમીટર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

fire in a plastic factory: ગુજરાતના ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ખુબજ ભીષણ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ…

fire in a plastic factory: ગુજરાતના ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ખુબજ ભીષણ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે ખુબજ અફરાતફરી મચી હતી. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આ આગ એટલી બધી વિકરાળ હતી કે ખેડા, નડિયાદ, બારેજા અસલાલી, અમદાવાદ સહિત 15 ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. જયારે આ આગનું વિકરાળ સ્વરૂપ ફાયર વિભાગએ જોયું ત્યારે તરતજ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.

ખેડા ગોબલજ ગામની સીમમાં ફોર્મોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની એક ફેક્ટરી આવેલી છે. સોમવારે વહેલી સવારે  આ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીમાં લાગેલી આ આગ ખુબજ વિકરાળ હતી અને આ આગનો ધુમાડો પાંચ કિલોમીટર દૂરથી પણ જોવા મળતો હતો.

આ આગ એટલી વિકરાળ હતી કે ખેડા, બારેજા અસલાલી, નડિયાદ, અમદાવાદ અને ધોળકા ના ફાયર ફાઇટરની ટીમની મદદ આગ ઓલવા માટે લેવામાં આવી હતી. ફાઇટરની ટીમને બનાવની જાણ થતા તરતજ ઘટનાની ગંભીરતા સમજીને ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી
ફાયર વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ભીષણ આગને જોતા એવું લાગી રહ્યું છે કે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં હજુ પણ ત્રણથી ચાર કલાકનો સમય લાગી શકે છે. આ ભીષણ આગ લાગવા પાછળનું પ્રાથમિક અનુમાન શોર્ટસર્કિટ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મહત્વની વાતતો એ છે કે આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી. આ ઘટનામાં કુલ 15 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે આગ ઓલવવાના પ્રયાસમાં લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *