જોત જોતામાં જ વિશાળકાય સાંપ વ્યક્તિના આખા શરીર પર વીટળાઈ ગયો, પછી થયા એવા હાલ કે…- જુઓ ખતરનાક વિડીયો

Published on Trishul News at 3:01 PM, Thu, 2 September 2021

Last modified on September 4th, 2021 at 9:52 AM

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારા રૂવાડા બેઠા થઇ જશે.

એક વિડીયો જે માત્ર આકર્ષક જ નથી પણ થોડો ડરામણો પણ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. MyLove નામનો સુંદર મેઘધનુષ્ય સાપ માણસ સાથે જોઈ શકાય છે. વિડીયો જોયા બાદ તમને આશ્ચર્ય થશે. કેલિફોર્નિયામાં સરીસૃપ પ્રાણી સંગ્રહાલયના સ્થાપક જય બ્રૂઅર દ્વારા સંચાલિત એક ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

જય બ્રેવરે વીડિયો શેર કરતા લખ્યું કે, ‘આવા મેઘધનુષ્ય તમને ચોક્કસ આશ્ચર્યચકિત કરશે. MyLove વિશ્વના સૌથી સુંદર સાપમાંથી એક છે અને જ્યારે સૂર્યપ્રકાશ સીધો તેના પર પડે છે, તે જોનારાઓ માટે અવિશ્વસનીય છે. આ અત્યાર સુધીનો સૌથી સારો સ્વભાવનો સાપ છે.

વીડિયોમાં, જય બ્રેવરે રંગીન સાપનો પરિચય આપતા અને તેને એક બોક્સમાંથી બહાર કાઢતો બતાવવામાં આવ્યો છે. તે પછી અન્ય બેની મદદથી આ સાંપને ઘરની અંદર લઈ જાય છે. પછી તે વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, તે આંખ પર પટ્ટી બાંધેલી વ્યક્તિ પર આ સાંપને લપેટે છે. તમે વિચારતા હશો કે આગળ શું થશે? તો જુઓ વિડીયો.

આ પોસ્ટ લગભગ 15 કલાક પહેલા શેર કરવામાં આવી છે. શેર કર્યા પછી, વિડિયોને 8.6 લાખથી વધુ લાઈક્સ મળી છે અને સંખ્યાઓ હજુ પણ ઝડપથી વધી રહી છે. લોકોએ વિડીયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ શેર કરી છે. તમે પણ આ વિડીયો જોઇને હચમચી જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જોત જોતામાં જ વિશાળકાય સાંપ વ્યક્તિના આખા શરીર પર વીટળાઈ ગયો, પછી થયા એવા હાલ કે…- જુઓ ખતરનાક વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*