આઠ કલાક નહીં સુવો તો થઈ શકે છે આ નુકસાન, ક્લિક કરી વાંચો વિગતો…

વિજ્ઞાન કહે છે કે તંદુરસ્ત રહેવા માટે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ જરૂરી છે એ તો તમે જાણો જ છો. પણ આટલી ઉંઘ ના લેવાથી કઈ તકલીફો થઈ શકે એ તમે નથી જાણતા. જાણો અપૂરતી ઉંઘને લીધે થતાં 5 શારીરિક નુકસાન વિશે…

Handsome man sleeping in his bedroom. Man sleeping with alarm clock in foreground. Serene latin man sleeping peacefully.

1. આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે આપણાં શરીરમાં કેટલાક સકારાત્મક પરિવર્તનો થાય છે. આમાં આપણો વિકાસ, સુધારો, કોશિકાઓનું રિલેક્સ થવું અને માનસિક વિકાસ વગેરેનો સમાવેશ થાય છે પરંતુ પૂરતી ઉંઘ ના લો તો તમને આ લાભ નથી મળી શકતા.

2. જો તમે પૂરતી ઉંઘ ના લો તો તમારી માનસિક ક્ષમતા અને યાદશક્તિને ખાસ્સું નુકસાન થાય છે. તમારી સ્મરણશક્તિમાં ઘટાડો થાય છે અને તમને ભૂલી જવાની બીમારી પણ થઇ શકે છે.

3. તણાવ અને માનસિક સમસ્યાઓનો ભોગ મોટાભાગે એવાં જ લોકો બને છે. જે પૂરતી ઉંઘ ના લેતાં હોય અને એમના મગજને પૂરતો આરામ ના મળતો હોય.

4. ઉંઘ પૂરી ના થવાથી શરીર અને મગજને પૂરતો આરામ નથી મળી શકતો, પરિણામે શારીરિક પીડા અને ઝકડાઈ જવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ સિવાય માથું ભારે રહેવું, ચીડચીડ કરવુ સામાન્ય બાબત છે.

5. તમારા પાચનતંત્ર પર પણ અપૂરતી ઉંઘની અસર થાય છે. જો તમે પૂરતી ઉંઘ નહીં લો તો તમારી પાચનશક્તિ નબળી થઈ જશે અને પેટ સાફ ના આવવાને લીધે કબજિયાતની તકલીફ પણ થઈ શકે છે.

Facebook Comments