સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામીનું અમેરિકામાં હળહળતું અપમાન- જુઓ વિડીયો

Published on: 11:35 am, Thu, 4 August 22

સોખડા સંપ્રદાય(Sokhda)ના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી(Prem Swaroop Swami)નું અમેરિકા(America)ની ધરતી પર હળહળતું અપમાન કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, હરિપ્રસાદ સ્વામી(Hariprasad Swami)ના આધ્યાત્મિક અનુગામી અને યોગી ડિવાઇન સોસાયટી(Yogi Divine Society)ના પરમાધ્યક્ષ ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી અમેરિકાની ધર્મ યાત્રાએ આવ્યા છે.

આ ધર્મ યાત્રા દરમિયાન પ્રેમસ્વરૂપ સ્વામી ન્યૂ જર્સી સ્થિત આવેલ મંદિરે પધાર્યા હતા. પરંતુ પ્રેમસ્વરૂપ સ્વામી અને ભક્તોને દર્શન કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. ન્યુ જર્સી મંદિરમાં શિલાન્યાસથી માંડીને નિર્માણના દરેક તબક્કે પ્રેમ સ્વરૂપ સ્વામીનું યોગદાન રહેલું છે. ત્યારે હવે તે જ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ભક્તોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરીપ્રસાદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત ઠાકોરજી હંમેશા પ્રેમસ્વરૂપ સ્વામી સાથે હોય છે. મહત્વનું છે કે સંતોની સાથે ઠાકોરજી પણ મંદિરમાં પ્રવેશી ન શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ત્યારે આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી જાહેર રસ્તા પરથી દંડવત કરી દર્શન કરી રહ્યા છે, જેને કારને અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, હરિધામ સોખડામાં ચોક્કસ જૂથના લોકોની માંગ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા સૃદઢ કરવા માટે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવી તો, બાઉન્સર રાખ્યા.. બાઉન્સર રાખ્યા.. કહીને માધ્યમોમાં અને સરકારી તંત્રમાં ગુરુ સ્થાન હરિધામને બદનામ કરનાર લોકોએ અમેરિકાના મંદિરમાં પ્રેમસ્વરૂપ સ્વામીને અને સાથે ઠાકોરજીને અને સંતો ભક્તોને અટકાવવા માટે બાઉન્સર રાખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.