200 વર્ષ જૂના આ કિલ્લા પર દર વર્ષે પડે છે વીજળી, નથી ઉકેલાયું રહસ્ય

Published on Trishul News at 4:18 PM, Thu, 29 August 2019

Last modified on August 29th, 2019 at 4:18 PM

ભારતમાં એવી અનેક રહસ્યમયી જગ્યાઓ છે, જ્યાં વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક જગ્યા આવેલી છે ઝારખંડના રાંચીમાં. રાંચીમાં એક રહસ્યમયી કિલ્લો આવેલો છે, જેના વિશે કહેવાય છે કે આ કિલ્લા પર દર વર્ષે વીજળી પડે છે, પરંતુ આવું કેમ થાય છે, તેનું રહસ્ય ક્યારેય નથી ઉકેલી શકાયું.

આ કિલ્લાને રાજા જગતપાલ સિંહના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 200 વર્ષ જૂનો આ કિલ્લો રાંચીથી 18 કિલોમીટર દૂર પિઠોરિયા ગામમાં આવેલો છે. એક જમાનામાં આ કિલ્લો 100 રૂમ ધરાવતો વિશાળ મહેલ હતો, પરંતુ વીજળી પડવાને કારણે આજે આ કિલ્લો ખંડેર બની ચૂક્યો છે.

શ્રાપને કારણે પડે છે વીજળી

ગામના લોકોના કહેવા પ્રમાણે આ કિલ્લા પર દર વર્ષે એક વીજળી પડવાનું કારણ ક્રાંતિકારી રાજા જગતપાલસિંહને મળેલા શ્રાપને કારણે પડે છે. આમ તો આકાશમાંથી વીજળી પડવી એ એક કુદરતી ઘટના છે. પરંતુ એક જ જગ્યાએ વારંવાર વીજળી પડવાને કારણે લોકો પણ ચોંકી રહ્યા છે.

ક્રાંતિકારીએ આપ્યો હતો શ્રાપ

કહેવાય છે કે આ કિલ્લાના રાજા જગતપાલ સિંહ પ્રજામાં ખૂબ જ લોકપ્રિય હતા, અને તેઓ એક સારા રાજા મનાતા હતા. પરંતુ તેમણે કરેલી કેટલીક ભૂલોને કારણે તેમનું નામ ઈતિહાસમાં ગદ્દાર તરીકે નોંધાયું છે. કહેવાય છે કે 1857ના વિપ્લવ વખતે રાજા જગતપાલ સિંહે અંગ્રેજોને મદદ કરી હતી. તેઓ ક્રાંતિકારીઓ અંગેના સમાચાર અંગ્રેજોને પહોંચાડતા હતા. પરિણામે એક ક્રાંતિકારી વિશ્વનાથ શાહદેવે ગુસ્સે થઈને તેમના પર હુમલો કર્યો હતો, બાદમાં રાજાએ તેને ઝાડ પર ફાંસી પર ચડાવ્યો હતો.

આ હતો શ્રાપ

લોકોનું માનવું છે કે ક્રાંતિકારી વિશ્વનાથ શાહદેવે જ અંગ્રેજોને સાથ આપવા બદલ રાજા જગતપાલસિંહને શ્રાપ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં રાજા જગતપાલ સિંહનું નામોનિશાન નહીં રહે અને તેમના કિલ્લા પર દર વર્ષે ત્યાં સુધી વીજળી પડશે, જ્યાં સુધી આખો કિલ્લો બરબાદ ન થઈ જાય.

જો કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીં વીજળી એટલા માટે પડે છે કે અહીં રહેલા ઉંચા ઝાડ અને પહાડો પર લોહ-અયસ્કનું પ્રમાણ વધું છે. જે આકાશમાં થતી વીજળીને પોતાની તરફ આકર્ષે છે. પરંતુ લોકો આ તથ્યને નકારી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે આ કિલ્લો બરાબર હતો ત્યારે પણ અહીંના પહાડોમાં લોહ અને અયસ્ક કદાચ વધુ હતા. ત્યારે કેમ વીજળી નહોતી પડતી ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "200 વર્ષ જૂના આ કિલ્લા પર દર વર્ષે પડે છે વીજળી, નથી ઉકેલાયું રહસ્ય"

Leave a comment

Your email address will not be published.


*