અંબાલાલ પટેલની મોટી આગાહી: રાજ્યના અનેક જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા- આ તારીખે ચોમાસું લેશે વિદાય

ગુજરાત(Gujarat): એક બાજુ ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા આગાહી કરવામાં આવી…

ગુજરાત(Gujarat): એક બાજુ ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ પણ વધારે સારો વરસાદ પડી શકે છે તો ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં ચોમાસાનો અંત(end of the monsoon) આવી શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે, હાથિયા નક્ષત્રમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે જ ગાજ વીજ અને વીજળીના તડાકા ભડાકા સાથે ગુજરાતના ઉત્તર-પુર્વીય ભાગોમાં વરસાદની સંભાવનાનો અંબાલાલ પટેલે અણસાર આપ્યો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે, 2005 પછી સપ્ટેમ્બર મહિનામાં પહેલી વખત બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ત્રાટકી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તેમણે આંધ્ર અને ઓડિશા તટ પર આ વાવાઝોડું ટકરાઈ તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે હવે રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે ધીમેધીમે ચોમાસું વિદાઈ લઈ લેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે, સાથે તેમણે કહ્યું છે કે, તે મુજબ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં ચોમાસું રાજ્યમાંથી વિદાઈ લઈ શકે છે, ત્યાં સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવામાન વિભાગે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં પડેલા ખુબ જ સારા વરસાદથી રાજ્યના ડેમમાં પાણીની સારી આવક થઈ છે ત્યારે સાર્વત્રિક વરસાદને કારણે નદી, નાળા, સરોવરો સહિત ચેકડેમોમાં નવા નીર આવતા રાજ્ય પરથી જળસંકટની મોટી સમસ્યા ટળી છે. તો બીજી બાજુ ખેડૂતોને સિંચાઈ માટેની સમસ્યાનો હલ આવ્યો છે. સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બરે મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન બન્યા છે ત્યારે હજુ પણ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અને સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

રાજ્યના હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર અને બીજી બાજુ કચ્છ, સુરત, નવસારી, ભરૂચ અને વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *