ગુજરાતના આ દરિયા કિનારે લાગ્યું વવાઝોડાનું 10 નંબરનું સિગ્નલ- આટલા વાગ્યે ગુજરાતમાં ટકરાશે

અરબી સમુદ્રમાંથી ઉભું થયેલ ચક્રવાત તોફાન તૌક્તેને (TAUKTAE) લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં…

અરબી સમુદ્રમાંથી ઉભું થયેલ ચક્રવાત તોફાન તૌક્તેને (TAUKTAE) લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગઈકાલે સાંજના સમયથી વાવાઝોડાની અસર શરુ થઇ ગઈ છે. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ પંથકમાં 17 અને 18 મેના રોજ ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં દેખાયો તૌક્તે વાવાઝોડાનો કરંટ જોવા મળી રહ્યો છે.

રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે, તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

ગુજરાતમાં આજે રાત્રે 08.00 થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીક થી લેન્ડફોલ થશે. હાલમાં તૌકતે વાવાઝોડું 20 કીમી પ્રતિકલાક ની ઝડપે આગળ વધી રહ્યુ છે. જામનગર 8 નંબરનુ સિગ્નલ આપવા આવ્યુ છે. વેરાવળમા 10 નંબરનુ સિગ્નલ આપવામા આવ્યું છે. ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એસ.ટી. ની 30 બસો 1 બસ મા 5 ડ્રાઇવર કંડકટર સાથે સજ્જ કરવામાં આવ્યા છે. દરીયાકિનારાના અનેક લોકોને સ્થળાંતરની કામગીરી પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. હાલમાં એક નું મોત થયું હોવાની માહિતી મળી રહી છે.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17 જિલ્લાના 655 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, NDRFની 50 ટીમ, SDRFની 10 ટીમ હાલ ખડેપગે છે. ગુજરાતમાં સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે.

મૌસમ વિભાગ અનુસાર, તોફાન 17મેની સાંજથી 18મેએ ગુજરાતના સમુદ્ર કિનારે અથડાશે. મૌસમ વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાન 24 કલાકમાં વધારે ખતરનાક થઈ શકે છે. 18 મે સવારે ચક્રવાત તોફાન પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત તટ પાર કરી શકે છે. હાલ તૌકતે વાવાઝોડું ગુજરાત થી 280 કીમી દૂર તેમજ દીવ થી 240 કીમી દૂર છે. આ ઉપરાંત, મુંબઈ થી 150 કીમી દૂર છે.

તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને જોતા ગુજરાતમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17 જિલ્લાના 655 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, NDRFની 50 ટીમ, SDRFની 10 ટીમ હાલ ખડેપગે છે. ગુજરાતમાં સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે.

સુરતમાં વાવાઝોડું આવે તો સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાંર્થી પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ સાથે દરિયાકિનારે આવેલા ઝીંર્ગાના તળાવોમાં રહેતા 800 મજુરોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

વાવાઝોડાની સંભવિત અસરોને જોતા ફાયર વિભાગે 16 ટીમો રેસ્ક્યુના સાધનો સાથે તૈનાત કરી છે. હોર્ડિંગ્સ પડવાના બનાવો, ઝાડ પડવાના બનાવો, નદી-દરિયામાં ફસાયેલી વ્યક્તિઓના કોલ વિગેરેની મદદ માટે ફાયર વિભાગની 16 ટીમ તૈયાર રાખવામાં આવી છે.

જેમાં એક ટીમમાં 6 જવાનોને રાખવામાં આવ્યાં છે. વાવાઝોડાના પગલે એલર્ટ થયેલા વહીવટીતંત્ર દરિયાકિનારે વસતા તમામ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ કરતા જ દરિયાકિનારે આવેલા તમામ ઝીંર્ગા તળાવોમાં રહેતા આશરે 800 મજુરોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત જેમના પણ કાચા મકાનો હોય તેમને પણ તકેદારી રાખવાના આદેશો કરવામાં આવ્યા હતા. આ વાવાઝોડું રવિવારે જ મુંબઈમાંથી પસાર થાય તેવી આશંકા છે. આ કારણે બીએમસીએ કોવિડના સેંકડો દદીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે. વાવાઝોડાની આશંકાને પગલે ગુજરાતમાં પણ હાઇ એલટ જાહેર કરવામાં આવ્યું છે.

મૌસમ વિભાગ અનુસાર તોફાન 17મેની સાંજથી 18મેએ ગુજરાતના સમુદ્ર કિનારે અથડાશે. મૌસમ વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાન 24 કલાકમાં વધારે ખતરનાક થઈ શકે છે. 18 મે સવારે ચક્રવાત તોફાન પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત તટ પાર કરી શકે છે.

વાવાઝોડા મુદ્દે મોસમ વિભાગ દ્વારા નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. વેરાવળથી 350 કિમી વાવાઝોડુ દૂર છે. દીવથી 310 કિમી દૂર છે તૌકતે વાવાઝોડુ, આજે સાંજે ગુજરાતનાં દરિયાકાંઠે ત્રાટકશે, પોરબંદર-મહુવાનાં દરિયાકાંઠે ટકરાશે તૌકતે, કાલે 150-175 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન, ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની વકી, સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં બપોર બાદ થશે વરસાદ, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની શકયતા, માછીમારોને બે દિવસ દરિયો ના ખેડવા સૂચના, પોરબંદર,અમરેલી,જૂનાગઢમાં નુકસાનની આશંકા, અમદાવાદ,ગીર સોમનાથ,ભાવનગરમાં નુકસાનની શકયતા, રેલવે અને કોમ્યુનિકેશનને અસર થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *