પતિની કુતરા જેવી હરકત, પત્નીના નાક પર આ કારણે ભર્યું બચકું 15 ટાંકા આવ્યા,જાણો..

198
TrishulNews.com

અમદાવાદ: શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે થયેલા ઝઘડામાં બેરોજગાર પતિએ પત્નીને નાકે બચકું ભરી લીધું હતું. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી, જ્યારે ડોક્ટરે નાક પર 15 જેટલા ટાંકા લીધા હતા. પાકિટમાંથી પૈસા લેવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. વટવા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાકીટમાં મૂકેલા ૩૦૦૦ રૂપિયા ગાયબ હતા
ઘોડાસર વિસ્તારમાં આવેલા રાજપથ બંગલોઝમાં રહેતા રેશમબહેન ફૂલવાની પ્લાસ્ટિક નામની દુકાનમાં નોકરી કરે છે અને તેમના પતિ કૈલાસભાઈ ફૂલવાની કોઈ કામધંધો કરતા નથી. બે દિવસ પહેલાં સવારના નવ વાગ્યાની આસપાસ રેશમબહેનના પતિ ઘરે હાજર હતા અને તેમનાં ત્રણ બાળકો સ્કૂલ-કોલેજ ગયાં હતાં તે સમયે રેશમબહેનને પૈસાની જરૂર હોવાથી તે તેમના રૂમમાં ગયાં હતાં અને તેમણે તિજોરીમાંથી પાકીટ કાઢ્યું હતું, પરંતુ પાકીટમાં તેમણે મૂકેલા ૩૦૦૦ રૂપિયા ન હતા.

પત્ની સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી
રેશમબહેને પતિને પૂછ્યું કે, મારા પાકીટમાંથી પૈસા તમે લીધા છે, જેના જવાબમાં કૈલાસભાઇએ ના પાડી હતી. થોડી વાર પછી રેશમબહેન ઘરના હોલમાં હતાં ત્યારે તેમના પતિ ત્યાં આવતાં રેશમબહેને પૈસા બાબતે પતિને ફરી પૂછ્યું કે, મારા પૈસા તમે લીધા છે, જે વાતનું પતિને ખોટું લાગતાં તેણે રેશમબહેન સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, રેશમબહેનના વાળ પકડીને નીચે પાડી ગડદાપાટુનો માર મારી ગળાના ભાગે નખ મારી દીધા હતા.

પત્નીએ પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી
જોકે આટલેથી રેશમબહેનના પતિ અટક્યા ન હતા. તેમણે રેશમબહેનના નાક પર એકદમ જોરદાર બચકું ભરી લેતા તેમના નાક પરથી લોહી વહેવા લાગ્યું હતું. પતિએ રેશમબહેનને વધુ માર મારતાં તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ગયા અને રેશમબહેનને નાક પર ઇજા થતાં એલજી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પતિએ રેશમબહેનના નાક પર એટલું જોરદાર બચકું ભર્યું હતું કે તેમને 15 ટાંકા આવ્યા હતા.હાલ રેશમબહેને તેમના પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...