જન્મોજન્મનો સંગાથ: ગામમાંથી એકસાથે ઉપડી પતિ-પત્નીની અર્થી- સમગ્ર ઘટના જાણીને આંખોમાંથી આંસુ સરી પડશે

હાલમાં પતિ-પત્નીનાં અજોડ પ્રેમની એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમને સ્તબ્ધ થઈ જશો. હાલમાં એક એવી ઘટના સામે આવી છે…

હાલમાં પતિ-પત્નીનાં અજોડ પ્રેમની એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમને સ્તબ્ધ થઈ જશો. હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને કઠણ કાળજાની વ્યક્તિનું પણ હ્રદય હચમચી ઉઠે. પતિ પત્નીના અમર પ્રેમનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું.

પતિ જે આંગણામાં પત્નીને પરણીને લાવ્યો હતો તે જ આંગણેથી બંનેની અર્થી પણ એકસાથે જ નીકળી હતી તેમજ બંને એકસાથે તેમની ચિતાને મુખાગ્નિ આપવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

વાત જાણે એમ છે કે, ગુજરાત રાજ્યમાં આવેલા જામનગરમાં પટેલ કોલોનીમાં વસવાટ કરતા વયોવૃધ્ધ દંપતિએ લગ્નના દિવસે એકસાથે અનંતની વાટ પકડી હતી. પત્નીના અવસાનના 7 કલાક બાદ પતિને હ્રદયરોગનો હુમલો આવતા નિધન થયું હતું. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા શાંતિલાલ કાકુભાઈ કાનાબાર (ઉ.વ.90) અને તેમના પત્ની નિર્મળાબેન શાંતિલાલ કાનાબાર (ઉ.વ.75)ની શુક્રવારે અખાત્રીજના મેરેજ એનિવર્સરી એટલે કે, લગ્નનો દિવસ હતો.

કાનાબાર પરિવારના વડીલ નિર્મળાબેનને ગુરૂવારે રાત્રીના હ્ય્દયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું. પત્નીના અવસાનના 7 કલાક પછી પતિ શાંતિલાલભાઈને પણ હ્રદયરોગનો હુમલો આવતા તેમનું પણ અવસાન થતા પરિવારે એકસાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. શાંતિલાલ અને નિર્મળાબેન બન્નેએ હ્રદયરોગનો કારણે સાથે શ્વાસ છોડ્યા અને લગ્ન દિને જ બન્નેની અંતિમ ક્રિયા પણ સાથે થતા દુર્લભ સંયોગ રચાયો હતો અને જાણે બન્નેએ હમસફર તરીકે જિંદગીની સફર સાથે પૂરી કરી અને અનંતની યાત્રા પણ સાથે જ આરંભ કરી હતી.

અત્રે ઉલેખનીય છે કે, આવી જ એક ઘટના સૌરાષ્ટ્રમાં આવેલા મોરબી જિલ્લામા ટંકારા તાલુકાના લજાઈ ગામના નિવાસી વલમજીભાઇ ગણેશભાઈ વામજા (ઉંમર વર્ષ ૫૮) અને દયાબેન વલમજીભાઈ વામજા (ઉંમર વર્ષ ૫૮) બંને પતિ -પત્ની નું તારીખ 28/3/21 ના રોજ અવસાન થયેલ હતું. લગભગ સવારે 9 વાગ્યે વલમજીભાઈએ દેહ છોડી દીધેલ હતો. અને ત્યારબાદ તેમના પત્ની દયાબેને પણ 1 વાગ્યાના અરસામાં પ્રાણ છોડી દીધેલ હતા. બંનેના મૃત્યુ વચ્ચે ફકત ચાર કલાક નો ગાળો હતો. બને પતિ-પત્નીનો જન્મ તારીખ 16/4/64 એક જ દિવસે છે. પરમાત્મા જન્મો જન્મ ના સંગાથી દિવ્ય આત્માઓ ને પરમ શાંતી આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *