લગ્ન પછી પત્નીને આવવા લાગી દાઢી-મૂંછ, પત્નીને આ હાલતમાં જોઈ પતિએ આપી દીધા છૂટાછેડા- પછી પત્નીએ જે કર્યું…

આપણા સમાજમાં લોકોને તેમના પદ, નામ, ધન, પ્રતિષ્ઠા, કાબેલિયતની સાથે સાથે તેમના લૂક્સ માટે પણ માપવામાં આવે છે. આપણા સમાજ અનેક લોકો એવા છે કે,…

આપણા સમાજમાં લોકોને તેમના પદ, નામ, ધન, પ્રતિષ્ઠા, કાબેલિયતની સાથે સાથે તેમના લૂક્સ માટે પણ માપવામાં આવે છે. આપણા સમાજ અનેક લોકો એવા છે કે, બીજાને તેમના સ્વભાવથી નહીં પરંતુ તેમના ચહેરાથી જજ કરે છે. એવા પણ લોકો હોઈ છે તે પહેલેથીજ પોતાના મનમાં ધારણા બાંધી લે છે કે તે વ્યક્તિ કેવી હશે. તેથી ઘણા સંબંધોનો કરુણ અંત પણ આવી જતો હોય છે. મનદીપ કૌર સાથે આવું જ કઈક થયું જેમના જીવનમાં આવેલા એક ફેરફારે ઉથલપાથલ મચાવી દીધી હતી. પરંતુ મનદીપ નતમસ્તક થવાની બદલે આગળ વધવાનું પસંદ કર્યું હતું.

ફોટોમાં તમને જે દેખાય છે તે કોઈ હટ્ટાકટ્ટા પંજાબી યુવકની નથી પરંતુ એક મહિલાની છે આ મહિલાનું નામ મનદીપ કૌર છે. મનદીપની ખની સ્માંભ્લીને તમે પણ વિચારમાં મુકાય જશો. મૂળ પંજાબના રહેવાસી મનદીપ કૌરને તેમના પતિએ એટલા માટે ડિવોર્સ આપી હતું કે, તેમના ચહેરા પર દાઢી અને મૂંછ આવી ગયા હતા. આ ફેરફાર બાદ તેમના જીવનમાં અનેક ઉથલપાથલ મચી ગઈ. પણ તેમણે આ નવા રૂપને સ્વીકારી લીધુ હતું. મનદીપએ પોતાની નવી ઓળખ પર શર્મિદાં થવાની બદલે ગર્વ મહેસૂસ કરે છે.

હાલ મનદીપ તેના પરિવાર સાથે રહે છે અને ખુબજ ખુશ છે અને પૂરા સન્માન સાથે જીવન પસાર કરે છે. નવા આત્મવિશ્વાસથી સાથે  મનદીપે જણાવ્યું કે તેણે કઈ રીતે પોતાની વધેલી દાઢીને મૂંડાવવાના પાડી દીધી હતી. દાઢી જોઈને કોઈ કહી ન શકે કે આ મહિલા હશે. ત્યારે એ વાત કરે ત્યારે ખબર પડે કે તે મહિલા છે. હવે મનદીપ પોતાના ભાઈઓ સાથે ખેતીનું કામ સંભાળે છે અને પોતાનું જીવન ખુલીને જીવે છે.

મળેલી માહિતી અનુસાર 2012માં મનદીપના લગ્ન થયા હતા ત્યાર બાદ થોડા વર્ષ સુધી તો તે એકદમ ખુશહાલ લગ્નજીવન જીવી રહ્યા હતા. પરંતુ તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ જ્યારે તેને દાઢી મૂંછ આવી હતી. ત્યાર બાદ તેના પતિએ ડિવોર્સ લીધા હતા. મનદીપે તૂટવાની જગ્યાએ ગુરુદ્વારામાં જવાનું શરૂ કરી દીધુ.

ગુરુદ્વારામાં જઈને તેને મનની શાંતિ મળી અને તણાવ દૂર થયો તથા તેમણે પોતાના શરીરને જેવું છે તેવું જ સ્વીકારવાની પ્રેરણા મળી. ત્યારબાદ તેણે પોતાના ચહેરાના વાળને હટાવવાનું બંધ કરી દીધુ અને માથા પર પાઘડી પહેરવા લાગી. આજે તે એકદમ નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. મનદીપ આજે બુલેટ પણ ચલાવે છે. તે ખુશ છે કે તેણે પોતાના નબળાઈને તાકાત બનાવી દીધી અને એક નવી ઓળખ અને સ્ટેટસ સ્થાપિત કર્યું.

મનદીપને ગુરુદ્વારામાં જઈને મનની શાંતિ મળી અને તણાવ દૂર થતા હતા. સાથે સાથે તેમને પોતાના શરીરને જેવું છે તેવું જ સ્વીકારવાની પ્રેરણા મળી. અને ત્યારથી તેમણે પોતાના ચહેરાના વાળને હટાવવાનું બંધ કરી દીધુ હતું અને માથા પર પાઘડી પહેરવા લાગ્યા હતા. તેમણે એક નવી ઓળખ અને સ્ટેટસ સ્થાપિત કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *