પતિ ગર્લફ્રેન્ડ સાથે મેચ જોવા ગયો સ્ટેડિયમમાં- અચાનક પત્નીએ ટીવીમાં જોયો. જાણો પછી જે ખેલ થયા

Husband goes to watch a match with his girlfriend at the stadium - suddenly his wife watches on TV. Find out who played the game then

સામાન્ય રીતે હિન્દીમાં એક કહેવત ખુબ ચર્ચિત છે કે “इश्क और मुश्क छुपाए नहीं छुपते हैं”. એવો જ કંઈક મામલો સામે આવ્યો છે ઈક્વાડોર માં.જ્યાં એક વિવાહિત વ્યક્તિ સ્ટેડિયમમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેસીને ઇશ્ક ફરમાવતો જોવા મળે છે. આ મેચ જોવી તેને ભારે પડી ગઈ હતી.

હકીકતમાં ઈક્વાડોર માં દેવેઈ એન્ડ્રેડનામનો વ્યક્તિ સ્ટેડિયમમાં બેસીને બાર્સિલોના અને ડેલ્ફિન વચ્ચે ચાલી રહેલ ફૂટબોલ મેચ ને જોઈ રહ્યો હતો અને આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ પણ બાજુમાં બેઠેલી હતી.દુનિયાની પરવા કર્યા વગર આ વ્યક્તિ મેચ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને કિસ કરી રહ્યો હતો.

આ વ્યક્તિને થોડો પણ અહેસાસ ન હતો કે મેચને કવર કરી રહેલ કેમેરા તેની આ હરકતને પણ કેદ કરી રહ્યા છે અને સ્ટેડિયમમાં લાગેલ મોટા સ્ક્રીન થી લઈને ટીવી સુધી તેનું સીધું પ્રસારણ થઈ રહ્યું છે. જ્યારે દેવેઈ ને અનુભવાયું કે તેનું કિસ કરવાનું આ વિડીયો સ્ટેડિયમમાં લાગેલ મોટી સ્ક્રીન પર લાઈવ દેખાઈ રહ્યો છે તો તે સત્ય થઈ ગયો હતો પરંતુ ત્યાં સુધી મોડું થઇ ચુક્યું હતું.

દેવેઈ એન્ડ્રેડની પત્ની એ ઘરમાં ટીવી પર મેચ જોવા દરમિયાન પોતાના પતિને કોઈ બીજી મહિલા સાથે ઇશ્ક લડાવતા લાઈવ જોઈ લીધો હતો. ત્યારબાદ તે ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઈ. આ વીડિયો ઈક્વાડોર સહિત આખી દુનિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વિડીયો વાયરલ થયા બાદ અને પત્નીના ઘર છોડીને ચાલ્યા જવા બાદ દેવેઈ એ ઈન્સ્ટાગ્રામ પર સાર્વજનિક રીતે પોસ્ટ લખી પોતાની પત્ની પાસે આ ભૂલ ની માફી માંગી અને તેને ઘરે પાછા ફરી જવા માટેનો આગ્રહ કર્યો.

આ વીડિયો વાયરલ કરવા પર અને તેના પર લોકોએ આપેલ રંગ કોમેન્ટો આવ્યા બાદ દેવેઈએકહ્યું કે આ ધરતી ઉપર જ માણસો થી ભૂલ થાય છે અને તેનો જવાબ તેને ઈશ્વરને આપવાનું હોય છે એટલા માટે લોકોએ આ મુદ્દાને હવે છોડી દેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.