વડોદરાનો ચોંકાવનારો કિસ્સો: પબજી કરતા પણ વધુ ખતરનાક બની લુડો ગેમ

કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં સમય કાઢવા લોકો સ્માર્ટફોન અને ટીવી જેવા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો ફોનમાં ગેમ રમીને સમય ગાળે…

કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં સમય કાઢવા લોકો સ્માર્ટફોન અને ટીવી જેવા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો ફોનમાં ગેમ રમીને સમય ગાળે છે. ઓનલાઇન ગેમોમાં લુડો ખુબ મોટા પ્રમાણમાં રમાતી પ્રખ્યાત ગેમ છે. ગુજરાતના વડોદરામાં આ ગેમેં એક પરિવાર માટે કંકાશનું વાતાવરણ ઉભું કરી દીધું.

ગેમમાં એકની જીત થાય અને બીજાની હાર થાય એ સ્વાભાવિક વાત છે. જેમાં ઓનલાઈન લૂડો ગેમમાં પત્નીએ પોતાના પતિને હરાવી દેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ પત્નીને ઢોરમાર મારીને કરોડરજ્જૂનું હાડકું તોડી નાંખ્યું હતું. આ સમગ્ર કિસ્સો 181 અભયમ હેલ્પલાઈનમાં મળેલી ફરિયાદ બાદ સામે આવ્યો છે.

આ અંગે માહિતી આપતા કાઉન્સિલરે જણાવ્યું કે, 24 વર્ષની મહિલા ઘરોમાં ટ્યૂશન કરાવવા જાય છે. જ્યારે તેનો પતિ ઈલેક્ટ્રોનિક કંપનીમાં કામ કરે છે. લૉકડાઉનના કારણે હાલના દિવસોમાં બન્ને ઘરે જ છે અને ઓનલાઈન લૂડો ગેમ રમીને ટાઈમ પાસ કરે છે.

કાઉન્સિલરે વધુમાં જણાવ્યું કે, પત્નીએ પોતાના પતિને ત્રણ થી ચાર રાઉન્ડમાં સતત હરાવ્યો હતો. આમ વારંવાર પત્ની સામે હારવાથી અકળાયેલા પતિએ પત્ની સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. આ ઝઘડા દરમિયાન પતિએ પત્નીએ ફટકારતા તેની કરોડરજ્જૂનું હાડકું ભાગી ગયું હતું. જો કે બાદમાં પોતાની ભૂલનો ખ્યાલ આવતા પતિ, પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો.

પત્નીએ હોસ્પિટલમાંથી સારવાર બાદ ફરીથી પતિ સાથે જવાનો ઈન્કાર કર્યો હતો. જો કે કાઉન્સિલિંગ બાદ પતિએ પત્ની પાસે માફી માંગતા તે ઘરે જવા તૈયાર થઈ ગઈ હતી. આ સાથે જ અભયમની ટીમે પતિને ચેતવણી આપી કે, જો હવેથી તે પત્ની પર હાથ ઉપાડશે તો તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *