આ તે વળી કેવું : ડુમ્મસ રોડ ઉપર પતિએ જ પત્નીના મોબાઇલનું સ્નેચીંગ કર્યું..

Husband snatched his wife's mobile on Dumas Road ..

ડુમ્મસ રોડ વેલેન્ટાઇન સિનેમા નજીક મોપેડ સવાર પરિણીતાના હાથમાંથી મિત્ર સાથે મોટરસાઇકલ પર ઘસી આવેલા પતિ મોબાઇલ ફોન આંચકીને ભાગી ગયાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઇ છે.

નાનપુરા ખાખી બાવાના મંદિર નજીક કુવાવાડીમાં માતા-પિતા સાથે રહેતી પરિણીતા ફોરમ ધર્મેશ ભાયાવાલા ગત રોજ માતા વર્ષાબેન સાથે મોપેડ પર ડુમ્મસ રોડ ઓડી કારના શો-રૃમ પાછળ સુમન આનંદમાં રહેતી માસીના ઘરે ગઇ હતી. જયાંથી બે વાગ્યાના અરસામાં પ્લેઝર મોપેડ પર પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે વેલેન્ટાઇન સિનેમા નજીક સાંઇબાબા મંદિરની પાછળના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે અરસામાં મોટરસાઇકલ પર બે યુવાન ઘસી આવ્યા હતા.

જે પૈકી ચાલક અજ્ઞાાત વ્યકિત હતો જયારે તેની પાછળ બેસેલો યુવાન ફોરમનો સ્કુલ વાન ચાલક પતિ ધર્મેશ જગદીશ ભાયાવાલ (રહે. રૃદરપુરામાછીવાડ મેઇન રોડ) એ ફોરમના હાથમાંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૃા. 4500ની મત્તાનો આંચકી રાહુલરાજ મોલ તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે ફોરમે પતિ ધર્મેશ અને તેના અજ્ઞાાત મિત્ર વિરૃધ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ઘરેલું કંકાશને પગલે ફોરમ તેના માતા-પિતા સાથે રહે છે જયારે તેનો પતિ ધર્મેશ પોતાના ઘરે રહે છે. હાલમાં વધુ તપાસ પોસઇ એ. કે. જાડેજા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.