લગ્ન બાદ માત્ર 15 દિવસમાં જ પત્ની બની ગર્ભવતી- પતિને જાણ થતા ખેલાયો ખરાખરીનો ખેલ

Published on: 10:18 am, Sat, 24 July 21

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે.

ગુજરાતના સુરતના સચિન વિસ્તારમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં યુવતીના લગ્નના 15 દિવસ થયા પછી તેને પેટમાં દુઃખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં યુવતીની તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. લગ્નના 15 દિવસમાં જ પત્ની ગર્ભવતી નીકળતા પતિ ચોકી ઉઠીયો હતો. ત્યારબાદ પત્નીએ સમગ્ર હકીકત પતિને કહેતા પતિએ તેની પત્નીની સાથે દુષ્કર્મ કરનાર ઈસમને આ બાબતે પૂછતા નરાધમે પતિને માર માર્યો હતો. તેથી પતિએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન થતા છેલ્લા પાંચ દિવસથી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈને થાક્યા બાદ પીડિતા અને પતિએ સુરત પોલીસ કમિશનરને અરજી કરીને સમગ્ર મામલે રજૂઆત કરી હતી.

સુરતના સચિન વિસ્તારમાં રહેતી ગોપી(નામ બદલ્યું છે)એ પતિને સમગ્ર હકીકતની માહિતી આપતા જણાવ્યું હતું કે, તે આઠ મહિના પહેલા તેની કાકી ગર્ભવતી થતા તેની દેખરેખ રાખવા માટે સુરત આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં જે સમયે કાકા અને કાકી ઘરની બહાર ગયા હતા, તે સમયે માધવ (નામ બદલ્યું છે) નામનો વ્યક્તિ મારા ઘરે આવ્યો હતો અને તેણે પાણી મંગાવ્યું હતું. તે પાણી લેવા ગઈ તે સમયે માધવ એકલતાનો લાભ લઇને ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યારબાદ તેને ચપ્પુ બતાવીને જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચાર્યા બાદ માધવે ધમકી આપી હતી કે, તે આ વાતની જાણ કોઈને કરશે તો તે તેને અને તેના માતા-પિતાને જાનથી મારી નાંખશે.

કાકા અને કાકી જ્યારે ઘરે આવ્યા તે સમયે આ ઘટનાની જાણ પીડિતાએ કાકીને કરતા તેને કહ્યું હતું કે, માધવ અમારો બનેવી છે એટલા માટે તો ખુશ રહે અને આ વાત કોઈને કહેતી નહીં. એકવાર દુષ્કર્મ આચર્યા પછી માધવે પીડિતાના ગળા પર ચપ્પુ રાખીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં ગોપીના પતિએ હોસ્પિટલમાં પોલીસ સમક્ષ પત્ની સાથે દુષ્કર્મ થયું હોવાનું ફરિયાદ દાખલ કરાવી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી એટલે તે સચિન પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ દિવસથી ફરિયાદ દાખલ કરાવવા માટે ધક્કા ખાતો હતો, પણ અંતે પીડિતાએ કંટાળીને સમગ્ર મામલે પોલીસ કમિશનરને અરજી કરી હતી. ગોપીના પતિએ સાસરિયા ને પૂછતાં સાસરિયાના લોકો ગોપીનું અપહરણ કરી લઈ ગયા છે. જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે. જે વિડીયો હાલમાં વાઈરલ થઈ રહયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.