ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મૂંઝવણ: મારા બોયફ્રેન્ડ સાથે મારા લગ્ન ન થયા, પણ હજુ તે મને મળવા જીદ કરે છે હું શું કરું?

હું ૨૦ વર્ષની પરિણીતા છું. લગ્ને બે વર્ષ થઈ ગયા, પણ હજુ અમારે સંતાન નથી. મારા પતિ બહારગામ નોકરી કરે છે અને મને તેમની સાથે લઈ જતા નથી. મહિનામાં ૨-૩ દિવસ જ અમે સાથે રહી શકીએ છીએ.  ડોક્ટરે અમને સ્પષ્ટ જણાવ્યું છે કે દવા તો થઈ જ શકે, જો તમે સાથે રહો. શું હું મા  નહીં બની શકું? – એક યુવતી (રાજકોટ)

પતિ-પત્ની બિલકુલ સ્વસ્થ અને સામાન્ય હોય તો પણ દર મહિને ૩-૪ દિવસ જ એવા હોય છે જ્યારે એમનું મિલન સંતાન મેળવવા માટે સફળ થઈ શકે છે. બની શકે કે એવો પ્રસંગ હજુ સુધી તમારા બંનેના જીવનમાં આવ્યો જ ના હોય. ડોક્ટરની સલાહ સાચી છે.

હું ૨૭ વર્ષનો બેંક કર્મચારી છું. સામાન્ય પુરુષો કરતાં મારી છાતીનોે ઉભાર બહુ વધારે છે. આના કારણે હું મિત્રોમાં હાંસીપાત્ર બનું છું અને કોઈની સામે ખુલ્લી છાતી રાખતા કે ગંજી, ટી-શર્ટ પહેરતાં શરમ અનુભવું છું. જોગિંગ કરું છું ત્યારે પણ અટપટું લાગે છે. એટલે મેં જોગિંગ કરવાનું બંધ કરી દીધું છે. હજી હું અપરિણીત છું મારે શું કરવું જોઈએ? –  એક પુરુષ ( ગાંધીનગર)

કેટલાક પુરુષોમાં એસ્ટ્રોજન હોર્મોન થોડુંક પણ વધારે હોય તો એમની છાતી સામાન્ય પુરુષો કરતાં વધી જાય છે. આ વિકારને ગાઈનેકોમેજિયા કહે છે. આ માટે તમે કોઈ યોગ્ય સર્જનને મળી શકો છો. ઓપરેશનથી બિનજરૂરી ઉભાર કાઢી શકાય છે.

ગાઈનેકોમેજિયા દૂર કરવા માટે કેટલીક દવાઓ શોધાઈ છે, પણ તેની આડઅસરો એટલી ચિંતાજનક છે કે સર્જરી જ ઉત્તમ ઉપાય છે.

હું ૨૩ વર્ષની પરિણીતા તથા બે બાળકોની માતા છું, લગ્ન પહેલા એક યુવકને પ્રેમ કરતી હતી, પરંતુ સંજોગોવશાત્ અમારાં લગ્ન ન થઈ શક્યાં. તે યુવકે પોતાની પત્નીથી છૂટાછેડા લઈ લીધા છે. તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ. મેં એને ખૂબ સમજાવ્યો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી, છતાં એ માનતો નથી. હું મારા પતિ સાથે ખૂબ સુખી છું. મને સમજાતું નથી કે હું શું કરું. – એક મહિલા (અમદાવાદ)

લગ્ન પછી પૂર્વપ્રેમીને મળવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે જોખમકારક છે. ભાવનાઓમાં વહી જવાને  બદલે હકીકતને સમજો અને સ્વીકારો. જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો હોય, તો તેને કડક શબ્દોમાં મળવાની ના પાડી દો અને એની સાથે ભવિષ્યમાં કોઈપણ જાતનો વ્યવહાર રાખશો નહીં, એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: