નાણામંત્રી કહે છે- “અમે કોઈ કાંદા-લસણ ખાતું નથી, તો અમને કોઈ ભાવ વધારો નડતો નથી”

ડુંગળી આજે જમીન પરથી આસમાન પણ પહોંચી ગઈ છે. એટલે કે આજે ડુંગળીના ભાવ આકાશે પહોચ્યા છે. વળી, આ સમયે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્રારા…

ડુંગળી આજે જમીન પરથી આસમાન પણ પહોંચી ગઈ છે. એટલે કે આજે ડુંગળીના ભાવ આકાશે પહોચ્યા છે. વળી, આ સમયે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્રારા જે કહેવામાં આવ્યું છે તે દરેક લોકોએ ચર્ચાનો વિષય બનાવ્યો છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં એક સવાલના જવાબમાં ભાંગરો વાટ્યો હતો કે હું કાંદા લસણ ખાતી નથી એટલે મને અને મારા પરિવારને કાંદાના ભાવ વધારાથી કશો ફરક પડતો નથી.

છેલ્લા થોડા સમયથી લોકસભામાં અને રાજ્યસભામાં કાંદાના વધી રહેલા ભાવનો મુદ્દો સતત ચર્ચા લાયક બન્યો છે. એક સાંસદના સવાલના જવાબમાં નિર્મલાએ આવો જવાબ આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને પણ આ જવાબથી ખુબ આંચકો લાગ્યો હશે. ગરીબોની કસ્તૂરી ગણાતા કાંદા હાલ 100 રૂપિયે કિલો વેચાય રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણના આ જવાબની સમાજમાં ખુબ ટીકા થઇ હતી. સાથે-સાથે નિર્મલાએ ભારપૂર્વક કહ્યું હતું કે મારા પરિવારમાં કાંદા-લસણ ખાતા નથી એટલે અમને ભાવવધારાથી કોઇ ફરક પડ્યો નથી. જો કે તેમણે એવો દાવો પણ કર્યો હતો કે કાંદાના ભાવ ઘટાડવા અમારી સરકારે ઘણાં પગલાં લીધાં હતાં. ઘણાં એટલે કયાં અને કેવાં પગલાં સરકારે લીધાં હતાં એ વિશે નિર્મલાએ કોઇ ખુલાસો કર્યો નહોતો.

નિર્મલા સીતારમણે ડુંગળીની વધતી કિંમતો પર જવાબ આપ્યો હતો કે, ડુંગળીની કિંમતો પર ધ્યાન રાખનારા મંત્રીઓના સમુહનો હું પણ ભાગ રહી છું. જ્યારે પણ ડુંગળીના ભાવમાં વધારો થઈ જાય છે ત્યારે સરકાર ખેડૂતોને પર્યાપ્ત મદદ કરવા માટે તત્પર રહેતી હોય છે.

ડુંગળીના વધતા ભાવોને લઈને દેશમાં હાહાકાર છે. છેલ્લાં ચાર માસમાં ડુંગળીના ભાવ 20 રૂપિયાથી વધીને 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ત્યારે ડુંગળીના ભાવને લઈને દેશમાં અનેક ઠેકાણે દેખાવો પણ થઈ રહ્યાં છે. વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યું છે. પહેલાં મંદી અને હવે મોંઘવારીએ જનતાની કમર તોડી નાખી છે. ત્યારે સંસદ ભવન બહાર કોંગ્રેસના સાંસદોએ વિરોધ દાખવ્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ આજે સંસદ પહોંચ્યા હતા. અને ડુંગળી મુદ્દે સરકારનો વિરોધ કર્યો હતો આ ઉપરાંત ચિદમ્બરમે મોંઘવારી અને અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *