મૂંઝવણ: મને જોવા આવેલો છોકરો મને ગમે છે, પણ મારા પેરેન્ટ્સ ના પાડે છે, મારે શું કરવું?

Published on Trishul News at 2:14 PM, Thu, 21 May 2020

Last modified on May 21st, 2020 at 2:14 PM

હું ૨૨ વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું, એક વર્ષ પહેલાં મને જે છોકરો  જોવા આવ્યો હતો, એ એન્જિનીયર છે, પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે. મારાં માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ.  હું શું કરું? – એક યુવતી (વડોદરા) (DEMO PIC)

દરેક માતા-પિતા પોતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે. ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે, તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારા માતા-પિતા એ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય.

જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો, તો તમે તમારાં વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો. નહીંતર તમારાં માતા-પિતા જેની સાથે તમારાં લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.

મારી ઉંમર ૧૭ વર્ષ છે. હું જે યુવકને ચાહું છું, એ સરકારી નોકરી કરે છે. અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં, પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ  તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી, જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા. તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં.જોકે મેં એની સાથે બોલવાનું કે મળવાનું બંધ કરી દીધું છે, પણ હું એના વગર રહી શકતી નથી. હું શું કરું? – એક યુવતી (ગોધરા) (DEMO PIC)

ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી જીવનમાં આગળ કેવી રીતે આવી શકાશે?  વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવકને ભૂલી જાઓ, એમાં જ તમારા બંનેનું હિત છે.

તમે એક વાત ન ભૂલશો કે એ હવે પરિણીત છે. તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ. બીજું, હજી તમારી ઉંમર નાની છે. તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો. યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં તમારાં લગ્ન કરી દેશે, એમાં જ બધાંની ભલાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "મૂંઝવણ: મને જોવા આવેલો છોકરો મને ગમે છે, પણ મારા પેરેન્ટ્સ ના પાડે છે, મારે શું કરવું?"

Leave a comment

Your email address will not be published.


*