‘હું તારી સાથે લગ્ન કરીશ’ એમ કહીં યુવકે સગીરાને પીંખી નાખી, અંતે થયું આવું..

The young man whispered 'I will marry you', and finally it happened.

કેન્દ્ર સરકાર દ્વારા સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીઓ માટે કડક સજાનો કાયદો ઘડવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં દેશમાં દુષ્કર્મના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટના થોરાળાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં એક સાગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના થોરાળા ખાતે એક સગીરાને લગ્નની લાલચ આપી અને પછી મરજી વિરૃદ્ધ આરોપીએ હવસ સંતોષી દુષ્કર્મ આચર્યું છે. આરોપી યુવકનું નામ પાર્થ બતાવવામાં આવી રહ્યું છે. આ યુવકે પહેલા સગીરા સાથે પ્રેમ પ્રકરણ શરૂ કર્યું અને પછી શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. પરંતુ જ્યારે સગીરાએ શારીરિક સંબંધ બાંધવા ના પાડી તો અંતે પાર્થે સગીરાને લગ્નની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.

જોકે સગીરા દ્વારા ફરિયાદ થતા થોરાળા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પણ આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. જોકે હવે પોલીસે પાર્થને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: