UPSC ઇન્ટરવ્યૂના 2 મહિના પહેલા ગુમાવી પિતાની છત્રછાયા, તેમ છતાં દીકરો વધારે તૈયારી કરીને બન્યો IAS ઓફિસર

આજે અમે તમને એવી વાત કહેવા જઈ રહ્યા છીએ કે, જે સાંભળીને તમારી છાતી પણ ગદ ગદ ફૂલી ઉઠશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ…

આજે અમે તમને એવી વાત કહેવા જઈ રહ્યા છીએ કે, જે સાંભળીને તમારી છાતી પણ ગદ ગદ ફૂલી ઉઠશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ ગયા મહિને CSE 2020 ની અંતિમ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં 25 વર્ષીય દિવ્યાંશુ નિગમ(Divyanshu Nigam) પણ સફળ થયા હતા અને 44 મા ક્રમ મેળવીને IAS અધિકારી(IAS Officer) બન્યા હતા. જોકે, દિવ્યાંશુ માટે તે એટલું સરળ નહોતું, કારણ કે ઇન્ટરવ્યૂની તૈયારી દરમિયાન તેણે તેના પિતાને ગુમાવ્યા હતા.

કોરોના વાયરસના કારણે પિતા ગુમાવ્યા:
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના રહેવાસી દિવ્યાંશુ નિગમ UPSC CSE 2020 ઇન્ટરવ્યૂની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને જૂન 2020 માં તેમના પિતાનું કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવતા અવસાન થયું.

પિતાના મૃત્યુથી લાગ્યો ઊંડો આઘાત:
દિવ્યાંશુ નિગમ જ્યારે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના પિતા એસ.કે.નિગમની તબિયત બગડી અને તેમને લખનૌની SGPGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેના કારણે દિવ્યાંશુની તૈયારી પર પણ બ્રેક લાગી ગઈ હતી, કારણ કે પિતાનું સ્વાસ્થ્ય તેમના માટે પ્રાથમિકતા બની ગયું. કમનસીબે, તેના પિતા ક્યારેય હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા નહીં અને ખૂબ જ આઘાત લાગ્યો.

પ્રતિકૂળતામાં પોતાની જાતને મજબૂત બનાવી:
પિતા ગુમાવ્યા બાદ દિવ્યાંશુ નિગમ માટે પોતાની જાતને સંભાળવી સહેલી નહોતી. પરંતુ તેમણે સંયમ રાખ્યો હતો અને પ્રતિકૂળતામાં પોતાને મજબૂત બનાવતા ઇન્ટરવ્યૂની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જો દિવ્યાંશુના પિતા એસકે નિગમ આજે આ દુનિયામાં હોત તો તેમને તેમના પુત્રની સિદ્ધિ પર ગર્વ હોત.

ત્રીજા પ્રયાસમાં દિવ્યાંશુને સફળતા મળી:
મળતી માહિતી અનુસાર, બીઆઇટીએસ પિલાની (ગોવા) માંથી કેમિકલ એન્જિનિયરિંગ કરનાર દિવ્યાંશુ નિગમને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી અને ઓલ ઇન્ડિયામાં 44 મો ક્રમ મેળવીને આઇએએસ અધિકારી બન્યા. આ પહેલા પણ તેણે બે વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી અને પ્રિલિમ ક્લીયર કરી હતી, પરંતુ આગળ વધી શક્ય નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *