આફતને અવસરમાં ફેરવીને હાંસલ કરી નવી ઉંચાઈ- રેલવે સ્ટેશનના ફ્રી વાઈફાઈથી જાણો કેવી રીતે બન્યા IAS ઓફિસર

Published on: 5:14 pm, Sun, 19 June 22

સફળતાની કહાની(Success story): એક કહેવત છે – કોણ કહે છે કે સફળતા ફક્ત નસીબ નક્કી કરે છે, જો તમારી પાસે હિંમત અને ઇરાદા હોય, તો મંજીલ તમારા કદમોમાં જુકી જાય છે. એર્નાકુલમ સ્ટેશન(Ernakulam station) પર કુલી તરીકે કામ કરતા આ યુવકના આવા જ કેટલાક મજબુત ઇરાદા હતા, જેણે ઘરની જવાબદારીની સાથે પોતાનું નસીબ પણ જાતે જ લખ્યું અને યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી. થોડા વર્ષો પહેલા સુધી કુલી(IAS Sreenath K)નું કામ કરતા આ વ્યક્તિએ IAS ઓફિસર બનીને દુનિયામાં સફળતાનું નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

સંસાધનોની અછતથી પણ સફળતાના રસ્તામાં ના પડ્યો કોઈ ફર્ક:
ઘણીવાર તમે લોકોને સફળતા ન મળવાની ફરિયાદ કરતા જોયા હશે, જેમાં મોટાભાગના લોકો સફળતા ન મળવાનું કારણ સંસાધનોની અછતને જવાબદાર ગણાવે છે. તેઓ માને છે કે જો તેમને તમામ સુખ-સુવિધાઓ મળી હોત તો તેઓ જીવનમાં કંઈક સારું કરી શક્યા હોત. પરંતુ શ્રીનાથને આ અંગે ક્યારેય કોઈ ફરિયાદ નહોતી. આફતને અવસરમાં ફેરવીને તેણે નવી ઊંચાઈ હાંસલ કરી. તેમણે ક્યારેય તેમની સફળતાના માર્ગમાં સંસાધનોની તંગી આવવા દીધી નથી.

કોચિંગ વગર જ યુપીએસસીમાં હાંસલ કરી સફળતા:
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ પરીક્ષા પાસ કરવા માટે દર વર્ષે લાખો ઉમેદવારો પોતાનું નસીબ અજમાવતા હોય છે. આ માટે તેઓ મોટી-મોટી કોચિંગ સંસ્થાઓમાં લાખો રૂપિયા ખર્ચીને ઘણા વર્ષો સુધી તૈયારી કરે છે, પરંતુ મૂળ કેરળનો રહેવાસી શ્રીનાથ રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરે છે, એટલું જ નહીં, કોચિંગની મદદ વિના UPSCમાં પણ સફળ થયો હતો. કેરળ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં પણ પોતાનું નામ રોશન કર્યું છે.

રેલવેના ફ્રી વાઇફાઇનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો:
શ્રીનાથ કોચિંગ સેન્ટરની ફી ભરી શકતો ન હતો અને તેના મગજમાં એક જ વાત હતી કે કોચિંગ સેન્ટર વિના તે આ મુશ્કેલ પરીક્ષા પાસ કરી શકશે નહીં. આ જ કારણ હતું કે તેણે KPSCની તૈયારી શરૂ કરી. રેલ્વે સ્ટેશન પર લગાવવામાં આવેલ ફ્રી વાઈફાઈ દ્વારા તેમનો મુશ્કેલ રસ્તો સરળ બનાવી દીધો હતો. તેણે આ વાઈ-ફાઈથી પોતાના સ્માર્ટ ફોન પર અભ્યાસ શરૂ કર્યો.

આ ફ્રી વાઈફાઈ તેમના માટે કોઈ વરદાનથી ઓછું ન હતું. તે અહીં કુલીનું કામ કરતો અને સમય મળતાં જ ઓનલાઈન લેક્ચર સાંભળતા હતા. પોતાના સમર્પણ અને મહેનતના આધારે શ્રીનાથે KPSCમાં સફળતા મેળવી. અહીંથી, તેને વિશ્વાસ મળ્યો કે તે ફ્રી વાઇ-ફાઇની મદદથી તે જ રીતે UPSC પરીક્ષા પાસ કરી શકે છે અને કરી પણ બતાવ્યું.

રેલ્વે મંત્રી પીયુષ ગોયલે વખાણ કર્યા હતા
રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે કુલી શ્રીનાથને UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા બદલ અભિનંદન આપતા ટ્વિટ કર્યું હતું. ગોયલે લખ્યું, રેલ્વે તરફથી ફ્રી વાઈફાઈએ કેરળમાં કુલી તરીકે કામ કરતા શ્રીનાથના જીવનમાં મોટો બદલાવ લાવી દીધો છે, સ્ટેશન પર ઉપલબ્ધ વાઈફાઈનો ઉપયોગ કરીને તેણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી અને તેમાં સફળતા મેળવી, હું તેને અભિનંદન આપું છું. તેની સફળતા માટે અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.