ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મેચ ફિક્સિંગનાં આરોપમાં બે દિગ્ગજ ક્રિક્રેટર્સને ICCએ કર્યા સસ્પેન્ડ… 

IPL થોડાં જ દિવસોમાં શરુ થવાં માટે જઈ રહી છે ત્યારે એને લઈને હાલમાં એક સંચાર સમર આવી રહ્યાં છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે યુનાઇટેડ આરબ આમીરતના કુલ 2 ક્રિક્રેટર આમિર હયાત તેમજ અશફાક અહેમદ પર ભ્રષ્ટાચાર વિરોધી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ બંને ખેલાડીને તાત્કાલિક અસરથી અનિશ્ચિત મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આ બંને ક્રિકેટર પર હાલમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમિરાત ક્રિકેટ બોર્ડે તો ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલ T-20 વર્લ્ડ કપ માટેની ક્વોલિફાયર ઇવેન્ટ વખતે જ આ ખેલાડીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં પણ એમની પર સત્તાવાર રીતે આરોપ દાખલ કરવામાં આવ્યા ન હતાં.

આ બંને ખેલાડીએ લાંચ લઈને કંગાળ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. માત્ર 38 વર્ષનો હયાત મિડિયમ પેસ બોલર છે. જે કળ 9 વન-ડે તેમજ કુલ 4 T-20 મેચ રમી ચુકેલો છે. જ્યારે અશફાક કુલ 16 વન-ડે તેમજ કુલ 12 T-20 મેચ રમી ચુકેલો છે.

ICC એ જણાવતાં કહ્યું હતું કે, આ ખેલાડીઓની પાસે પોતાનો ઉત્તર ફાઇલ કરવા માટે કુલ 14 દિવસનો સમય રહેશે તેમજ એની શરૂઆત 13 સપ્ટેમ્બરથી થશે. ICC આ આરોપો બાબતે હવે કોઈપણ પ્રકારની કમેન્ટ કરશે નહીં. અશફાક તથા આમિરની વિરુદ્ધ ICCનાં એન્ટિ કરપ્શન યુનિટે કેટલીક કલમ હેઠળ સૌપ્રથમ વાર આરોપ દાખલ કર્યા છે તેમજ એમાં તેઓ દોષિત સાબિત થાય તો આજીવન પ્રતિબંધની પણ સંભાવના રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en