BCCI ના એક પણ ગ્રેડમાં નથી, તેમ છતાં આ ખેલાડીને વર્લ્ડ-કપ ટીમમાં કેમ સામેલ કર્યો ? જાણો વધુ

વર્લ્ડ કપની 15 સભ્યોની ટીમમાં વિજય શંકર એક માત્ર એવા ખેલાડી છે જે A+, A, B અને C એક પણ ગ્રેડમાં સામેલ નથી. બીસીસીઆઈએ આગામી…

વર્લ્ડ કપની 15 સભ્યોની ટીમમાં વિજય શંકર એક માત્ર એવા ખેલાડી છે જે A+, A, B અને C એક પણ ગ્રેડમાં સામેલ નથી.

બીસીસીઆઈએ આગામી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી ચૂક્યું છે. પસંદ કરવામાં આવેલ 15 સભ્યોની ટીમ ઇન્ડિયામાં એક ખેલાડી એવો પણ છે જેની પસંદગીને લઈને વિવાદ ઉભો થયો. તેનાથી પણ રસપ્રદ વાત એ છે કે આ ખેલાડી બીસીસીઆઈના એક પણ ગ્રેડમાં સામેલ નથી.

વાત થઈ રહી છે 9 વનેડ મેચ રમીને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવનાર ક્રિકેટર વિજય શંકરની. વિજય શંકરનો વર્લ્ડ ટીમમાં સમાવેશ થવા પર અનેક દિગ્ગજ ખેલાડીઓએ બીસીસીઆઈના આ નિર્ણય મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેની પાછળ તેમણે વિજય શંકરનો ઓછો અનુભવ હોવાનું કારણ આપ્યું હતું.

વર્લ્ડ કપની 15 સભ્યોની ટીમમાં વિજય શંકર એક માત્ર એવા ખેલાડી છે જે A+, A, B અને C એક પણ ગ્રેડમાં સામેલ નથી. નોંધનીય છે કે, બીસીસીઆઈ પોતાના ખેલાડીઓને ગ્રેડ અનુસાર ચૂકવણી કરે છે. જણાવીએ કે, બીસીસીઆઈએ હાલમાં જ ગ્રેડિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. બીસીસીઆઈએ પહેલાના A, B અને C ગ્રેડમાં વધુ એક A+ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *