સબ મુમકીન હૈ: રાતોરાત દેશની આ સરકારી બેન્ક થઇ ગઈ પ્રાઇવેટ માલિકીની

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આઇડીબીઆઇ બેન્ક ને પ્રાઈવેટ સેક્ટર બેંકમાં મૂકી દીધી છે. ભારતીય જીવન વીમા નિગમ એલઆઇસી એ આઇડીબીઆઇ બેન્ક માં બહુમતી હિસ્સેદારો ના હસ્તાક્ષર બાદ આ પગલું ઉઠાવ્યું હતું. એલ.આઇ.સી એ સંકટમાં મૂકાયેલી આઇડીબીઆઇ બેન્ક માં ૫૧ ટકા હિસ્સેદારી ના હસ્તાક્ષર જાન્યુઆરી મહિનામાં પુરા કર્યા.

જ્યારે હવે idbi નો 51 ટકા હિસ્સો એલ.આઇ.સી નો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેંકે 21 જાન્યુઆરી 2019 છે નિયમનકારી હેતુઓ માટે idbi ને ખાનગી ક્ષેત્રની કેટેગરીમાં મૂક્યા છે. આઈડીબીઆઈ બેન્કની જ્યારે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન પેડ કેપિટલની 51% ટકાવારી લીધી ત્યારે બેંકને ખાનગી કેટેગરીમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ idbi ને તાત્કાલિક સુધારાત્મક પગલાં માળખા હેઠળ મૂકવામાં આવી હતી. જ્યારે pca ફ્રેમવર્કમાં આવનારી બધી જ બેંકો પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો કંટ્રોલ રહે છે. તેનું કાર્ય એ છે કે તે તેમને ધિરાણમાંથી રોકે છે.

જ્યારે કે આપણે જાણીએ છીએ કે બેન્કે તેના નવા શેરહોલ્ડર એલ.આઇ.સી સાથે નવું જોડાણ કર્યું છે. જેના કારણે બેંક અને વીમો એ બંને સાથે લાવવાની વ્યૂહરચના દેખાય છે.

હવે એલઆઈસીને તકરીબન 2000 શાખાની ઉપલબ્ધિ થશે.
આઇડીબીઆઇ બેન્ક ના 51 ટકા શેર એલ.આઇ.સી એ ખરીદી કે જેના કારણે આઇડીબીઆઇ બેન્ક ઘણા વરસથી કર્જમાં દબાયેલી હતી. તેનો આંકડો 10,000 કરોડથી 13,000 કરોડ હતો. આ આઇડીબીઆઇ ને એલ.આઇ.સી ડૂબતી બચાવી છે.

જ્યારે એલ.આઇ.સી IDBIને 51% શેરહોલ્ડર્સ ખરીદીને પોતે બેંકિંગ ક્ષેત્રમાં ઉતરવાની તૈયારી કરી રહી હતી. બેંકની દબાણ હેઠળ ની સંપતિ હોવા છતાં એલ.આઇ.સી વ્યવસાયની સહજતા પ્રાપ્ત કરી રહી હતી. એલ.આઇ.સી ને આશરે 2000 શાખાઓ ઉપલબ્ધ થશે કે જેના કારણે તેમના ઉત્પાદકો વેચી શકે. આ સમયગાળામાં બેંકને એલ.આઇ.સી પાસેથી વિશાળ મોટું ફંડ મળી શકશે. આ સોદા માત્રથી બેંકને લગભગ ૨૨ કરોડ પોલીસી ધારકોનાં ખાતાઓ અને ભંડોળો ની રકમ મળશે.

આ વાતની પણ ખાતરી કરીએ કે આરબીઆઇએ લીધેલા આ નિર્ણય, કે idbi ને પ્રાઇવેટ શ્રેણીમાં મૂકવાથી ગ્રાહકો પર કોઈ પ્રભાવ નહીં પડે. તેની પૂરી કામગીરી જેવી રીતે પહેલા થતી હતી એવી જ રીતે હવે થશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના માર્ગદર્શન સરકારી અને ખાનગી બંને બેંકોમાં સમાન રીતે જોવા મળે છે.

બીજી બાજુ જોઈએ તો આરબીઆઈએ કહ્યું કે SBI, ICICI અને HDFC આ બધી બેન્કોએ 1 એપ્રિલ સુધીમાં બધી વધારાની મૂડી જરૂરિયાત નું નિયમન કરવું પડશે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે આ સૌથી મોટા બેંક છે. આ બધી બેંકોની એક પોતાની જ કાર્યપ્રણાલી છે તેના કારણે તેને મહત્વપૂર્ણ બેંક માનવામાં આવે છે. માનીએ કે એઆઈબીની નીચે આવતી તમામ બેંકોની જવાબદારી ખુબજ ઉંચા સ્તર પર કરવામાં આવે છે. તેમાં એક વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ રીતે કોઈ અણબનાવ બને તો વિતરણ સેવામાં શાંતિ બની રહે..

Facebook Comments