આ ખાસ શાલીગ્રામ પથ્થરમાંથી તૈયાર થશે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામલલાની મૂર્તિ- જાણો ક્યાથી આવી રહી છે?

નેપાળની ગંડક નદી (Gandak River, Nepal) માંથી મળેલી બે વિશાળ શાલિગ્રામ શિલાઓ અયોધ્યામાં રામ ભગવાન મૂર્તિ બનવા માટે લાવવામાં આવી રહી છે. આ બંને શીલાઓ…

નેપાળની ગંડક નદી (Gandak River, Nepal) માંથી મળેલી બે વિશાળ શાલિગ્રામ શિલાઓ અયોધ્યામાં રામ ભગવાન મૂર્તિ બનવા માટે લાવવામાં આવી રહી છે. આ બંને શીલાઓ 2 ફેબ્રુઆરીના રોજ અયોધ્યા પોહચી જશે. ભગવાન શ્રી રામની મૂર્તિ આ શીલાઓમાંથી જ બનાવવામાં આવશે. આ શીલાઓ શુક્રવારે જનકપુર પહોંચ્યા હતા. ત્યાં વિધિ અનુસાર પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.

આ શીલાઓ બિહારની મધુબની બોર્ડરથી ભારતમાં તેનો પ્રવેશ કરવામાં આવશે અને 31 જાન્યુઆરીની બપોર પછી ગોરખપુરના ગોરક્ષપીઠ પહોંચશે. અયોધ્યામાં રામ મંદિર બનવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અહીં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે નેપાળની ગંડકી નદીમાંથી શાલિગ્રામ પથ્થરો લાવવામાં આવી રહ્યા છે. આ શાલિગ્રામ પત્થરોમાંથી જ ભગવાન રામની મૂર્તિ બનાવવામાં આવશે.

આ પથ્થર 2 ટુકડામાં આવેલા છે અને આ બે પથ્થરોનું કુલ વજન 127 ક્વિન્ટલ છે. એવું જાણવામાં આવ્યું છે કે, ઘણા મહિનાઓથી શોધખોળ બાદ શાલિગ્રામ શીલાઓના આટલા મોટા ટુકડા મળી આવ્યા છે. આ શીલાઓ 2 ફેબ્રુઆરીએ અયોધ્યામાં આવશે. નેપાળથી અયોધ્યા પહોંચવામાં 4 દિવસ લાગશે અને આ દરરોજનું લગભગ 125 કિલોમીટરનું અંતર કાપે છે.

મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા નેપાળના પોખરા નજીક ગંડકી નદીમાંથી ક્રેનની મદદથી શાલિગ્રામના બંને પથ્થરોને એક મોટા ટ્રકમાં ભરીને મોકલામાં આવ્યા છે. આ પથ્થરોને સૌથી પહેલા પોખરાથી નેપાળના જનકપુર લાવવામાં આવ્યા હતા. જનકપુરના મુખ્ય મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. આ પત્થરોની બે દિવસ વિધિ અનુસાર વિધિ  શુક્રવારે શરૂ કરવામાં આવી હતી. અનેક ધાર્મિક વિધિઓ પછી, આ પથ્થરો બિહારની મધુબની બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરશે અને 31 જાન્યુઆરીની બપોર પછી વિવિધ સ્થળોએ રોકાઈને ગોરખપુરના ગોરક્ષપીઠ પહોંચશે.

આપણે સોં જાણીએ છીએ કે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, પરંતુ તેમના સાસરિયાં વાળા  નેપાળના જનકપુરમાં રેહેતા હતા. આ સબંધ પોત્નામાં આટલો મજબુત છે, આટલું જ નહિ રામલલાની મૂર્તિ બનાવવા માટે પથ્થરો નેપાળની ગંડકી નદી માંથી આવતા હોય તો શું કહેવું, એટલા માટે નેપાળના ગૃહમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 મહાનુભાવો સાથે નેપાળ સરહદ સુધી આ કાફલા સાથે આવવાના છે. જે બાદ તે ભારત પણ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *