જો કોઈ તમારી પાસે આ મુજબ ખોટી રીતે જી.એસ.ટી. વસુલે, તો તમે આ રીતે ફરિયાદ નોંધાવી શકો છો.

જો કોઈ બિઝનેસમેન અથવા સંસ્થા તમારી પાસેથી વધારે જીએસટી વસૂલે અથવા ખોટા માર્ગેથી નફો કરે તો તમે નેશનલ એન્ટિ-પ્રોફિટિયરરીંગ ઓથોરિટી (NAA) પાસે ફરિયાદ દાખલ કરાવી…

જો કોઈ બિઝનેસમેન અથવા સંસ્થા તમારી પાસેથી વધારે જીએસટી વસૂલે અથવા ખોટા માર્ગેથી નફો કરે તો તમે નેશનલ એન્ટિ-પ્રોફિટિયરરીંગ ઓથોરિટી (NAA) પાસે ફરિયાદ દાખલ કરાવી શકો છો. વેપારીઓ જીએસટી નિયમોનો ગેરલાભ ન લે એ ખાતરી કરવા માટે સરકારે જીએસટી એક્ટ હેઠળ આ સંસ્થાની રચના કરી છે.

ગ્રાહકોના હિતની રક્ષા કરવાની આ સંસ્થાની જવાબદારી છે

આ સંસ્થાનું સૌથી મહત્ત્વપૂર્ણ કામ છે એ જોવાનું કે જીએસટી કાઉન્સિલ વસ્તુઓ અને સેવાઓના જીએસટી દરમાં જે કાપ મૂકી રહી છે તેનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે કે નહીં. એટલે કે વેપારી વર્ગ જીએસટી દરમાં કાપ આવ્યા બાદ પોતાની પ્રોડક્ટ્સ અને સેવાઓનો દર ઓછો કરી રહી છે કે નહીં, સંસ્થા આ બધી વાતોનું નિરીક્ષણ કરે છે. જો કોઈ વેપારી જીએસટી દરમાં કાપ આવ્યા પછી પણ પોતાની વસ્તુઓની કિંમતમાં ઘટાડો નથી કરતો તો એ સંસ્થાની જવાબદારી બને છે કે વેપારી પર યોગ્ય પગલાં લે.

આ રીતે ફરિયાદ દાખલ કરાવી શકો

NAA પાસે કોઈ પણ વ્યક્તિ સરળ સ્ટેપ્સ અનુસરી પોતાની ફરિયાદ દાખલ કરી શકે છે. ફરિયાદ દાખલ કરવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને વિકલ્પો ઉપલબ્ધ છે. જો તમે ઓનલાઇન ફરિયાદ ફાઇલ કરવા માગો છો તો ત્રણ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

રજિસ્ટ્રેશન

NAAની સત્તાવાર સાઇટ પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે નોંધણી ફોર્મમાં આપેલા પ્રશ્નોના જવાબ આપવાનો રહેશે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે જે ઈ-મેઇલ આઈડી રજિસ્ટર કર્યું છે તેની પર એક ઈ-મેઇલ આવશે. આ મેઇલમાં આપવામાં આવેલ વેરિફિકેશન લિંક પર ક્લિક કરીને તમે વેબસાઇટના લોગ ઇન પેજ પર પહોંચી જશો.

લોગ ઈન

તમે તમારું રજિસ્ટર્ડ મેઇલ આઈડી અને પારસવર્ડનો ઉપયોગ કરીને પણ લોગ ઈન કરી શકો છો. તેમાં તમને 4 ઓપ્શન મળશે.

  • ફરિયાદ દાખલ કરાવો
  • ફરિયાદ ટ્રેક કરો
  • ફરિયાદની હિસ્ટ્રી ચેક કરો
  • પોતાની પ્રોફાઇલ એડિટ કરો.
  • ફરિયાદ દાખલ કરો

અહીં યુઝરને એક ફરિયાદ ફોર્મ આપવામાં આવશે, જેમાં વિગતો ભરવાની સાથે પુરાવા પણ જમા કરવા પડશે. પુરાવાને .jpg, .pig, .doc અથવા .pdf ફોર્મેટમાં અપલોડ કરી શકાશે. ફરિયાદ પ્રક્રિયા પૂર્ણ થયા પછી યુઝર પાસે કમ્પ્લેન આઈડી હશે, જેનાથી તે પોતાની ફરિયાદ ટ્રેક કરી શકશે.

ફરિયાદ દાખલ કર્યાં પછી તેને ટ્રેક કરી શકાશે

એકવાર તમે ફરિયાદ નોંધાવી દો પછી તમે જોઈ શકશો કે તેની પર કોઈ કાર્યવાહી થઈ કે નહીં. આ માટે તમારે મેઇલ આઈડી અને પાસવર્ડ સાથે લોગ ઈન કરવું પડશે અને આપવામાં આવેલા 4 ઓપ્શનમાંથી બીજો ઓપ્શન ‘ટ્રેક કમ્પ્લેન’ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે પેજ ખૂલશે તેમાં તમારે તમારું કમ્પ્લેન આઈડી (Complaint ID) અને કેપ્ચા લખવું પડશે. સબમિટ કરતાં જ તમને તમારી કમ્પ્લેનનું સ્ટેટસ જોવા મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *