આ કારણે 2022માં ગુજરાત માંથી ભાજપની વિદાય નિશ્ચિત હશે, કૉંગ્રેસને મળી શકે છે જનમત

ગુજરાતમાં રૂપાણી સરકારના શાસનમાં પ્રજા ત્રસ્ત છે, અને તંત્ર મસ્ત બની ગયું છે. હાલમાં ખેડૂતો અને ચાલકો માટે મોટી આફત આવી છે ઍમ કહીએ તો…

ગુજરાતમાં રૂપાણી સરકારના શાસનમાં પ્રજા ત્રસ્ત છે, અને તંત્ર મસ્ત બની ગયું છે. હાલમાં ખેડૂતો અને ચાલકો માટે મોટી આફત આવી છે ઍમ કહીએ તો પણ નકારી શકાય નહીં, કારણ કે વાવાઝોડાને કારણે ગુજરાતમાં ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ રહ્યો છે, છતાં પણ સરકાર ખેડૂતોની લાગણીઓ સાથે સતત મજાક કરી રહી છે અને પાક વિમાના નામે માત્ર અને માત્ર ખેડૂતોને દિવસે તારા બતાવી રહી હોય તેવો ઘાટ ઘડાયો છે.

બીજી બાજુ ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ કરવાના નામે સરકાર માત્ર અને માત્ર રાજ્યની તિજોરી ભરવામાં વ્યસ્ત હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. એટલું જ નહીં ટ્રાફિક ના નવા નિયમો ના અમલને કારણે ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ અને ચાલકો વચ્ચે સતત ઘર્ષણ સર્જાતું રહે છે. વળી નિયમોનો અમલ કર્યો છે પરંતુ ચાલકોને સંપૂર્ણ સુવિધા આપવામાં આવી રહી નથી,રોડ રસ્તાઓના ઠેકાણા નથી, તો બીજી બાજુ હજુ પણ વીઆઈપી કલ્ચર ખતમ થયું નથી, ભાજપના જ કેટલાક નેતાઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને પોલીસ સામે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા હોવાના સમાચારો પણ અવારનવાર પ્રકાશિત થયા છે.

ત્યારે માત્ર અને માત્ર ટ્રાફિક ના નવા નિયમો ના નામે આમ જનતાના ખિસ્સા ખંખેરવાનો શો અર્થ? રૂપાણી સરકારના શાસનમાં ગુજરાત સરકાર માત્ર અને માત્ર લોકોને અવનવા વાયદાઓ કરી રહી છે, પરંતુ નક્કર કામગીરી કરવામા સદંતર નિષ્ફળ નીવડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં મુખ્યમંત્રી રૂપાણી આપેલો યાર્ડ નો વાયદો હજુ સુધી પૂર્ણ થયો નથી. આ ઉપરાંત ખેડૂતો, વિદ્યાર્થીઓ, આંગણવાડીના કાર્યકરો વગેરેને આપવામાં આવેલા વાયદા પૂર્ણ કરવામાં રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ખાનગી સ્કૂલોમાં હજુ પણ ઊંચી ફી વસુલ કરવામાં આવી રહી છે છતાં પણ સરકાર સંચાલકોના ઘૂંટણિયે પડી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.

આમ સરકારની કાચબા ગતિની કામગીરીને લઇને ગુજરાતની જનતામાં સરકાર પ્રત્યે સદંતર રોષ ફેલાઇ રહ્યો છે. ગુજરાતની જનતાના માનસમાં ધીમે-ધીમે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નકારાત્મક છબી ઉત્પન્ન થઈ રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જોકે એમાં ખાસ કરીને ખેડૂતોની હાલત રૂપાણી સરકારના શાસનમાં ખૂબ જ દયાજનક બની ગઈ છે. ખેડૂતો પાયમાલ બન્યા છે તો બીજી બાજુ સરકારે ગુજરાતમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા વગર ટ્રાફિક ના નવા નિયમોનો અમલ શરૂ કર્યો છે એને લઈને લોકોના માનસમાં સરકાર પ્રત્યે ખૂબ જ નકારાત્મક છબી ઉત્પન્ન થઈ રહી છે જેનું પરિણામ ગુજરાતમાં યોજાયેલી છ વિધાનસભાની પેટાચૂંટણીઓ માં જોવા મળ્યું હતું.

ભાજપથી નારાજ થયેલી જનતાએ કોંગ્રેસને જીત અપાવીને પ્રજાના માનસમાં ભાજપ પ્રત્યે રહેલી નારાજગી સ્પષ્ટપણે વ્યક્ત કરી દીધી છે, ત્યારે સરકાર જો આ જ પ્રમાણે કામગીરી કરતી રહેશે તો આગામી 2022 ની ચૂંટણીમાં કદાચ ગુજરાતમાંથી ભાજપ ની વિદાય નિશ્ચિત હશે અને એકવાર કોંગ્રેસનું શાસન સ્થપાશે.   હાલમાં ખેડૂતોની હાલત ખરાબ છે ત્યારે ગુજરાતની ભાજપ સરકારે મુખ્યમંત્રી રૂપાણી માટે 191 કરોડનું પ્લેન ખરીદ્યું છે, તેને લઈને પણ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વિરોધ નોંધાઈ રહ્યો છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે એક બાજુ ખેડુતો ને આપવા માટે સરકાર પાસે પૈસા નથી, ખેડૂતો પાયમાલ બની ગયા છે, આત્મહત્યા કરી રહ્યા છે, તો બીજી બાજુ સરકાર પોતાના શોખ માટે 191 કરોડના પ્લેન ખરીદવામાં મસ્ત છે.

જોકે અગાઉ રૂપાણી જ્યારે વિદેશ ગયા હતા ત્યારે વિદેશમાં તેમની નજર સામે ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન થયુ હતું જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને રૂપાણી ની આકરી ટીકા કરવામાં આવી હતી. પરંતુ છતાં પણ બેશરમ બની ને સરકાર જનતાના દુખમાં ખડે પગે ઊભા રહેવાને બદલે માત્રને માત્ર પોતાના શોખ પુરા કરવા માટે જ આવી મોંઘી ખરીદી કરી રહી હોય એવા સોશિયલ મીડિયામાં કટાક્ષ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *