સરકાર કરશે ખીસ્સા ખાલી- તમારી બચત થી કરેલા લગ્નખર્ચ પર ભરવો પડશે ભારે ભરખમ ટેક્સ

આપણને સૌને ખબર છે કે, હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં લગ્ન જોવા મળી રહ્યા છે. લગ્ન દીકરાના હોય…

આપણને સૌને ખબર છે કે, હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં લગ્ન જોવા મળી રહ્યા છે. લગ્ન દીકરાના હોય કે દીકરીના પણ દરેક લોકો ધામધૂમથી લગ્ન કરવા માગે છે. પરંતુ લગ્નમાં થતા વિવિધ પ્રકારના ખર્ચમાં જીએસટી પણ સામેલ હોય છે. જો એક લગ્ન પાછળ અંદાજે 7થી 8 લાખ રૂપિયાનો ખર્ચ થાય તો એના પર અંદાજે રૂ.1 લાખ GST લાગતો હોય છે.

જોવા જઈએ તો લગ્નપ્રસંગના મુખ્ય ખર્ચમાં કપડાં-ફૂટવેર, જ્વેલરી, મેરેજ હોલ, મંડપ, ડેકોરેશન, વીડિયોગ્રાફી, બેંડવાજા, બ્યૂટીપાર્લર, કેટરિંગ, કંકોત્રી હોય છે અને આ બધા પર GST લાગે છે. વિવિધ સર્વિસ પ્રોવાઈડર દ્વારા જે સેવાના ચાર્જ વસુલવામાં આવે છે એમાં જીએસટીનો સમાવેશ થઈ જ જતો હોય છે. જો લગ્નમાં પાર્ટી પ્લોટ માટે અંદાજે રૂ. 1.50 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય તો તેની પર 27 હજાર રૂપિયાનો જીએસટી લાગે છે. રૂપિયા 50 હજારના મંડપ અને ડેકોરેશનના ખર્ચ પર 9 હજાર, જ્યારે કેટરિંગનું બિલ 1.50 લાખ હોય તો અંદાજે 27 હજાર રૂપિયા જેટલો જીએસટી લાગે છે. આવી રીતે જ્વેલરીની રૂપિયા 1.5થી 2 લાખની ખરીદી કરવામાં આવે તો રૂપિયા  3થી 4 હજાર જેટલો જીએસટી ભરવો પડે છે.

ઓલ ઈન્ડિયા કેટરિંગ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવતા કહ્યું છે કે, બેન્કવેટ કે પાર્ટી પ્લોટ માટે સામાન્ય રીતે 5 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે અને એના પર 18 ટકા જેટલો જીએસટી લાગે છે. જ્યારે આહાર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે જણાવતા કહ્યું હતું કે, લગ્નમાં કેટરિંગ સેવાને પણ કોર્પોરેટ ઈવેન્ટ ગણવામાં આવે છે અને 18 % GST વસૂલવામાં આવે છે. એવી જ રીતે ડેકોરેશન, બ્યુટીપાર્લર, ટેક્સી સર્વિસ સહિતની સેવાઓ પર પણ 18 ટકા લેખે જીએસટી ચૂકવવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *