રૂપાણી સરકારની મોટી જાહેરાત: માતા-પિતા માંથી એકનું કોરોના પહેલાં મૃત્યુ થયું હશે તેવા બાળકોને મળશે આર્થિક સહાય

હાલમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોરોનાકાળમા અનાથ થયેલા બાળકો માટે બાળ સેવા યોજના જાહેર કરવામાં આવી હતી. શુક્રવારે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા તેનો…

હાલમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોરોનાકાળમા અનાથ થયેલા બાળકો માટે બાળ સેવા યોજના જાહેર કરવામાં આવી હતી. શુક્રવારે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા તેનો ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ ઠરાવ અનુસાર માતા કે પિતા બનેમાંથી કોઈ એકનું કોરોના અગાઉ  એટલે કે માર્ચ- ૨૦૨૦ પહેલા અને બીજાનું કોરોનાકાળમાં મૃત્યુ થયુ હશે તો મહિને 4000 રૂપિયાની રોકડ રકમ સહાય સહિતના બધા જ લાભો મળશે.

જાણવા મળ્યું છે કે, અગાઉ યોજનાની જાહેરાત વખતે કોરોનાકાળમાં એટલે કે માર્ચ- ૨૦૨૦થી અત્યાર સુધીમાં માતા- પિતા બંનેની છત્રછાયા ગુમાવનારા અનાથ બાળકોને લાભ આપવાનુ કહેવામાં આવ્યું હતુ. જોકે, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના નાયબ સચિવ જી.પી.પટેલની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં સરકાર દ્વારા વધુ ઉદારતા દર્શાવવામાં આવી છે. જે

માં બાળકના એક વાલી એટલે કે માતા કે પિતા કોરોના મહામારી પહેલા અવસાન પામ્યા હોય અને બીજા વાલી એટલે કે માતા કે પિતા કોરોના કાળમાં મૃત્યુ પામે તો તેવા કિસ્સામાં પણ નિરાધાર બનેલા બાળકને આ યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય આપવામાં આવશે.

આ યોજના હેઠળ મળતી અરજીઓ કલ્યાણ કચેરી સહિતની સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીને અરજી મળ્યાના 7 જ દિવસમાં તેનો નિર્ણય કરવાનો રહેશે. જણાવી દઈએ કે, અનાથ બાળક 10 વર્ષથી નાની વયનુ હશે તો તેના ઉછેરની જવાબદારી જેમણે ઉપાડી હોય તેમના બેંક એકાઉન્ટમાં સહાય જમા કરવામાં આવશે.

આ ઉપરાંત 10 વર્ષથી વધુ ઉમરના બાળકના નામના જ બેંક એકાઉન્ટમાં સીધી સહાય જમા કરવામાં આવશે. સરકાર દ્વારા જ્યાં સુધી અનાથ બાળકનું શિક્ષણ ચાલુ રહે અથવા 24 વર્ષની વયમર્યાદા એ બેમાંથી જે પહેલા હોય તેને ધ્યાનમાં રાખીને સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાળ સેવા યોજનાની જાહેરાત પછી નિર્ણયમાં ફેરફારથી અનેક અનાથ બાળકોને રાહત થશે.

મળતી માહિતી મુજબ, અગાઉ કોરોનામાં માતા- પિતા બંને ગુમાવ્યા હોય તેમને સહાયની જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતમાંથી 44 બાળકો મળ્યા હતા. એમ કહેતા ટોચના અધિકારીએ કહ્યુ એકાદ સપ્તાહમાં સમાજ કલ્યાણ અધિકારીઓ કોરોના અગાઉ એકનું અને કોરોના બાદ બીજાનું મૃત્યુ થયુ હોય તેવા બાળકોને શોધીને અરજીઓ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *