જો ઉકાઈ ડેમ માંથી આટલું પાણી છૂટે, તો સુરતના આ વિસ્તારો પૂરી રીતે ડૂબી શકે છે. જાણો વિગતે

1 લાખ: સામાન્ય અસર, તાપી નદીમાં સપાટી વધે. 2 લાખ: ફલડગેટ બંધ કરવા પડે, તાપી તટ થી ઝૂંપડપટ્ટીઓમાં પાણી ઘુસવા ની શરૂઆત થાય. 3 લાખ:…

1 લાખ: સામાન્ય અસર, તાપી નદીમાં સપાટી વધે.

2 લાખ: ફલડગેટ બંધ કરવા પડે, તાપી તટ થી ઝૂંપડપટ્ટીઓમાં પાણી ઘુસવા ની શરૂઆત થાય.

3 લાખ: અડાજણ સ્વામિનારાયણ મંદિર કાંઠેથી પાણી ઘુસવા ની શરૂઆત થાય.

4 લાખ: રાંદેરમાં હનુમાન ટેકરી પાસે થી શરુ કરીને પાંચ પીપળી મંદિર, મારુતિ નંદન મંદિર, વાંકલ સ્થિત, શંકર બીજીતરફ અડાજણ,પાલ વગેરે સહિતના વિસ્તારોમાં પાણી પ્રવેશવાની અને પાણીની સપાટી વધવાની શરૂઆત થઈ શકે છે. સાથે સાથે તાપી નદી સાથે જોડાયેલા મગોબ, કરંજ,ડુંભાલ ખાડી,વરાછા ખાડીમાં પાણી બેક મારવાની સાથે પુણા સીમાડા વિસ્તારમાં ખાડીમાંથી પાણી ભરવા ની શરૂઆત થઇ છે.

5 લાખ:જાગીરપુરા થી શરૂ કરીને રાંદેર,અડાજણ અને પાલના તમામ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળે.

6 લાખ: અગાઉના તમામ વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની સાથે અમરોલી પુલની બંને તરફથી પાણી અમરોલી, છાપરાભાઠા વગેરે નદીપારના વિસ્તારોમાં પ્રવેશ ની શરૂઆત થઈ છે.

7 લાખ: નાનપુરા, મકાઈ પુલ થી સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં પાણી ઘુસવા નું શરૂ થાય. જે નાનપુરા,કાદરશાની નાળ,નવસારી બજાર, પુતળી,સગરામપુરા, ગોલકિવાડ તેમજ ગોપીપુર ના કેટલા વિસ્તારોથી શરૂ કરીને છેક અથવાગેટ સુધી પહોંચી જાય. તે ઉપરાંત આઇ.પી મિશન સ્કૂલ થીશરૂ કરીને વેડદરવાજા અને સુરત જિલ્લા પંચાયતની કચેરી, એકસાઈઝ કચેરી વગેરેથી શરૂ કરીને ચોક બજાર,ચોટા બજાર,શાહપોર, નાણાવટ, ભગા તળાવ,સાગર હોટલ,વાડી ફળિયા નવાપુરા,સલામપુરા,રૂસ્તમપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળે.

8 લાખ: ઉમરા,પીપલોદ,નાનપુરા બહુમાળી બિલ્ડીંગ,ડચ ગાર્ડન,રીંગ રોડ,અઠવાલાઇન્સ રોડ,સુરત ડુમસ રોડ,સીટી લાઇટ,છાપરાભાઠા,કોસાડ,વેસુ,મોટા વરાછા તેમજ ઉતરાણમાં પણ પાણી ફરી વળે.

9 લાખ: અગાઉના વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની સાથે વરીયાવ અને કોસાડ થી તાપી નદી પોતાનો બદલીને તેરી શામત દરિયા તરફ પ્રયાણ કરે. કઠોર પાસેથી વહેણ બદલીને કીમ સાયણ તરફ નદીનો પ્રવાહ જાય. જોબાળા તૂટે તો જહાંગીરપુરા થી ઓલપાડની તેના ખાડીમાં તાપી નદીનું પાણી આવવા માંડે. કતારગામ,વેડ રોડ અને વરાછા પણ પૂરની લપેટમાં આવી જાય. મહિધરપુરા,રામપુરા,રેલ્વે સ્ટેશન વિસ્તાર,બેગમપુરા,હરીપુરા,સૈયદપુરા,લાલ દરવાજા વગેરે વિસ્તારોમાં પણ પાણી ફરી વળી.

10 લાખ: ગત વર્ષે બાકી રહી ગયેલો સુમુલડેરી રોડ સહિતના ભાગ્યે જ કોઈ વિસ્તાર પૂરની અસરમાંથી બાકી રહી જાય. ગત વર્ષે પણ પૂર દરમિયાન શહેરમાંથી પુણા કુંભારીયા રોડ, ઉધના, પટેલ તેમજ મગદલ્લા ખાતેથી પસાર થતી નહેર એ લાજ રાખીને આ વિસ્તારોમાં પૂરના પાણી આવતા રોકી લીધા હતા. પણ દસ લાખ કયુસેકસ ના પૂરના પાણી નહેર ને પણ વટીને ભટાર,ઉધના-મગદલ્લા રોડ, ડુમસ, એરપોર્ટ થી શરૂ કરીને ડુંમસ ચોપાટી સુધીના બધા જ વિસ્તારોમાં પાણી ઘુસી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *