સરકારને ઓપન ચેલેન્જ: સરકાર દ્વારા આજે સ્કૂલ ખોલવા અંગે નિણર્ય ન લીધો તો શનિવારથી એક સાથે ખુલશે 400 શાળા

Published on: 11:05 am, Thu, 22 July 21

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો થોડા થોડા નોંધાઈ રહ્યા છે અને હવે ધીમે ધીમે પ્રતિબંધો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે તમામ પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે હવે શાળા સંચાલકોએ ધોરણ 9 થી ધોરણ 11ની શાળાઓ રાબેતા મુજબ શરુ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

આ અગાઉ પણ શાળાના સંચાલકોએ ગુરુવારથી શાળાઓ શરુ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ ગઈ કાલે બુધવારના રોજ ઇદની રજાને લીધે સરકારની કેબિનેટ મીટિંગ મળી શકી ન હતી. જેથી આ કેબીનેટ બેઠક આજે મળે તેમ છે. જેમાં શાળાઓ શરુ કરવા અંગે મહત્વનો નિર્ણય લઇ શકે તેવી શક્યતાઓ છે. જો આજે પણ સરકાર ધોરણ 9 થી ધોરણ 11ની શાળાઓ શરુ કરવા અંગે નિર્ણય નહિ લે તો સંચાલકો દ્વારા શનિવારે પોતાની જાતે જ શાળાઓ શરુ કરી દેશે.

રાજ્યના આજે તમામ જીલ્લાના DEOને શાળા સંચાલકો અને શિક્ષકોએ મળીને શાળા શરુ કરવા અંગે માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. સરકાર દ્વારા ધોરણ 12 ની શાળાઓ અને કોલેજો 15 મી જુલાઈથી ઓફલાઈન અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ધોરણ 9 થી ધોરણ 11ની શાળાઓ શરુ કરવામાં આવી નથી.

સરકાર દ્વારા વોર્ટર પાર્ક, સ્વિમિંગ પૂલ, મંદિરો, જિમ, બાગ-બગીચા સહિતના અન્ય કેટલાય સ્થળોને ખોલી દીધા છે તો હવે શાળાઓ પણ નિયમિત રીતે શરુ કરી દેવી જોઈએ. મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષતામાં આજે બપોરે કેબિનેટ બેઠક યોજાશે. આ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે અને શાળાઓ શરુ કરવા અંગે મહત્વનો નિર્ણય લઇ શકે તેવી શક્યતાઓ છે.

સ્વનિર્ભર શાળા સંચાલકોએ સરકારને અગાઉ ગુરુવારથી પતની શાળાઓ શરુ કરી દેવાની ચીમકી અઆપી હતી અને આજે જો કેબીનેટની બેઠકમાં આજે નિર્ણય નહિ લેવામાં આવે તો 24 તારીખે શનિવારે ગુરૃ પૂર્ણિમાના દિવસથી ધોરણ 9 થી ધોરણ 11ની શાળાઓ શરુ દેવામાં આવશે તેવું જણાવ્યું છે. સુરત સંચાલક મંડળ દ્વારા શનિવારના રોજ ગુરૃ પૂર્ણિમાના દિવસે 400થી વધુ ખાનગી સ્કૂલો શરુ કરી દેવામાં આવશે અને વિધાર્થીઓને રૂબરૂ શાળાએ બોલાવીને ગુરૃ પૂર્ણિમાની ઉજવણી કરીને રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.