જો સરકાર આ કામ કરે તો થઇ શકે છે કરોડોની બચત, અને પેટ્રોલ 10 રૂપિયા સસ્તુ… જાણો વિગતે

Published on Trishul News at 3:13 PM, Tue, 18 February 2020

Last modified on February 18th, 2020 at 3:13 PM

વૈશ્વિક સ્તરે વધતા-ઘટતા ક્રૂડના ભાવને પગલે ભારતીય જનતાના ખિસ્સા પર સમયાંતરે બોજ વધતો જઈ રહ્યો છે. જેના કારણે મોદી સરકાર એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જો મોદી સરકારનો આ પ્રોજેક્ટ જો સફળ થશે તો પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો આવશે, સરકાર દેશભરમાં મિથેનોલ બ્લેન્ડેડ ફ્યૂલ લાવવાની તૈયારીમાં છે, આ માટે સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર પણ લખ્યો છે. ગડકરીએ ધર્મેન્દ્ર પ્રધાનને દેશભરમાં મિથેનોલ બ્લેન્ડેડ ફ્યૂલ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. એટલું જ નહીં, પેટ્રોલ પરના તમારા ખર્ચમાં 10 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ પગલાથી સરકારી તિજોરીમાં 5000 કરોડ રૂપિયાની બચત થશે. 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતીય અર્થતંત્ર માટે આ એક મોટું પગલું સાબિત થશે.

હાલમાં મોદી સરકાર દેશભરમાં મેથેનોલ મિશ્રિત બળતણ લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખીને દેશભરમાં મિથેનોલ મિશ્રીત બળતણ ઉપલબ્ધ કરવા જણાવ્યું છે.સરકારના આ પગલાથી પ્રદૂષણમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે. મીથેનોલની કિંમત 20 રૂપિયા પ્રતિ લિટર છે. ઇન્ડિયન ઓઇલ પહેલેથી જ મિથેનોલ મિશ્રિત બળતણ બનાવી રહ્યું છે, તેમાં 15 ટકા મિથેનોલ અને 85 પેટ્રોલ છે.

હાલમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવામાં આવે છે. ઇથેનોલ મિથેનોલ કરતાં ઘણું મોંઘુ છે. ઇથેનોલની કિંમત 40 રૂપિયે લિટર છે. જ્યારે મિથેનોલ 20 રૂપિયે લિટરમાં મળે છે. મોદી સરકાર આ દિશામાં બહુ ઝડપથી કામ કરી રહી છે. આ જોતાં એમ લાગી રહ્યું છે કે, બહુ જલદી મિથેનોલ વાળુ પેટ્રોલ દરેક જગ્યાઓએ મળશે. જેથી પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો આવી શકે છે. ભારત ચીન, મેક્સિકો અને મિડલ ઈસ્ટમાંથી મિથેનોલ ઈમ્પોર્ટ કરી શકે છે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, નીતિ આયોગના સભ્ય, વી કે સારસ્વતે કહ્યું હતું કે M 15 પર ચાલી રહેલ 65,000 કિલોમીટરની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. નીતિ આયોગે કહ્યું છે કે 2030 સુધીમાં 15 ટકા મિથેનને બળતણમાં ભળીને તે 100 અબજ ડોલરની બચત કરશે.પુનામાં 15 ટકા મિથેનોલ મિશ્ર પેટ્રોલ સાથે કાર ચલાવવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પુરૂષમાં મારૂતિ અને હ્યુન્ડાઇ વાહનોમાં મિથેનોલ સાથે પેટ્રોલ ભળીને ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. સરકાર આ દિશામાં જે ઝડપથી કામ કરી રહી છે, તેવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ દેશભરના પેટ્રોલ પમ્પ્સ પર મિથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલ મળશે.

નીતિ આયોગના જણાવ્યા અનુસાર, ફ્યૂલમાં 15 ટકા મિથેન બ્લેંડ કરવાથી 2030 સુધીમાં 100 અરબ ડૉલરની બચત થશે. મેથેનોલ બ્લેંડેડ ઈંધણ બજારમાં આવવાથી ક્રૂડ ઓઇલની આયાત પણ ઘટશે. જેથી ભારતને દર વર્ષે લગભગ 5 હજાર કરોડ બચાવવામાં મદદ મળશે. ટ્રાયલ તરીકે પુણેમાં 15 ટકા મિથેનોલ વાળા પેટ્રોલથી ગાડીઓ ચલાવવામાં આવી. મારૂતિ અને હુંડાઇએ તેમની ગાડીઓમાં આ ટ્રાયલ લાગૂ કર્યો. સરકાર આ દિશામાં જેટલું ઝડપથી કામ કરી રહી છે, એ જોતાં બહુ જલદી દેશભરમા આવું સસ્તું પેટ્રોલ મળવાનું શરૂ થઈ જશે.

જણાવી દઈએ કે, હાલમાં ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે, પરંતુ મિથેનોલની તુલનામાં ઇથેનોલ ખૂબ મોંઘું છે, ઇથેનોલની કિંમત આશરે 40 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે મિથેનોલ 20 રૂપિયા પ્રતિ લિટરમાં આવે છે. મેથેનોલ કોલસામાંથી બનાવવામાં આવે છે. ઈથેનોલ શેરડીમાંથી બનાવવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે, જ્યાં સુધી મિથેનોલના સપ્લાયની વાત છે ત્યાં સુધી સરકાર આયાત પર વિચાર કરી રહી છે. મેથેનોલ ચીન, મેક્સિકો અને મધ્ય પૂર્વથી આયાત કરી શકાય છે. દેશમાં નેશનલ કેમિકલ અને ફર્ટિલાઇઝર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન અને આસામ પેટ્રોકેમિકલ જેવી કંપનીઓના ક્ષમતા વિસ્તરણ માટેની પણ તૈયારી ચાલી રહી છે.નોંધપાત્ર વાત એ છે કે, આગામી દિવસોમાં, મિથેનોલનો ઉપયોગ ઘરોમાં રાંધવાના બળતણ તરીકે થઈ શકે છે. આ માટે સરકાર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રયોગ આસામમાં શરૂ થયો છે.

શું છે ઇથેનોલ અને મેથેનોલ

ઈથેનોલ એક ઈકો ફ્રેન્ડલી ઈંધણ છે, જેનું ઉત્પાદન શેરડીના રસમાંથી કરવામાં આવે છે. તેનું નિર્માણ ખાંડની ફેક્ટરીમાં કરવામાં આવે છે. આ નોન-ટૉક્સિક, બાયોડિગ્રેડેબલ સાથે-સાથે સાચવવામાં સરળ, સ્ટોર અને ટ્રાન્સપોર્ટમાં સુરક્ષિત છે. આ એક ઓક્સિજનયુક્ત ઈંધણ છે. ઈથેનોલાના ઉપયોગથૂ નાઇટ્રોજન ઑક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો આવે છે.

આ જ કારણે સરકાર પેટ્રોલની જગ્યાએ ઈથોનોલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. સરકારે પણ પેટ્રોલમાં 10ટકા ઇથોનોલના મિશ્રણએ મંજૂરી આપી દીધી છે. અત્યારે ઈથેનોલની કિંમત પ્રતિ લીટર 52.43 રૂપિયા છે, જે પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા સસ્તુ છે. તો મેથેનોલ કોલસામાંથી બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જો સરકાર આ કામ કરે તો થઇ શકે છે કરોડોની બચત, અને પેટ્રોલ 10 રૂપિયા સસ્તુ… જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*