ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

યુવકનો રસ્તો રોકવો સાપને ભારે પડ્યો- જુઓ કેવી રીતે નાગને ચાવી ગયો આ માણસ

If the snake bites on the bike, the key goes to the snake, the person was coming after drinking alcohol

એક મજૂર દારૂની દુકાન થી એક બોટલ લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ એક સાપને તેણે તેના ગાડીના પૈડા માં લપેટાયેલો જોયો. મજૂર સાપને કાઢીને ચાવી ગયો. આ ગજબનું દ્રશ્ય કર્ણાટકના કોલાર જિલ્લાનું છે.

કૉલારના મુસ્તુર વિસ્તારમાં એક મજૂરે દારૂની દુકાન પર બેસી દારૂ પીધો અને પછી એક બોટલ લઈને પાછો ફરી રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે ગાડીના પૈડા માં સાપ લપેટાયેલો હતો.

મજુરે સાપને પૈડા માંથી કાઢી ગળામાં નાખી દીધો. ત્યારબાદ તે બાઈક ચલાવવા લાગ્યો. આ દરમિયાન સાપે મજૂરને ગળામાં ડંખ માર્યો.

થોડીવાર બાદ મજુરે રસ્તા વચ્ચે બાઈક રોકી અને સાપને ચાવવાનું શરૂ કરી દીધું. તેણે સાપને ચાવી-ચાવીને મારી નાખ્યો.સાપે ડંખ માર્યો તો તેને કંઈ ન થયું અને તે કોઈ ડોક્ટર પાસે પણ ન ગયો.

ઘટનાસ્થળ પર ઉભા પ્રજાજનોને આ વાતથી એટલો ડર લાગ્યો કે તે મજુર ની પાસે પણ નહોતા જઈ રહ્યા. કેટલાક લોકો તો આ આખી ઘટનાને મોબાઈલથી વીડિયો દ્વારા શૂટ કરી લીધો અને પછી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો જ્યાંથી આ વીડિયો વાયરલ થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: