ભારત ચીનનું યુદ્ધ થાય તો ચીની સેનાને ઘૂંટણીએ લાવી દેશે ભારતના આ સાથી દેશો- જાણો વધુ

૧૯૬૨ બાદ ભારત ચીન વચ્ચે ઘર્ષણનો માહોલ છે. ભારતના ૨૦ જવાનો શહીદ થયા છે તો સામે છેડે ચાઈનાના પણ ૪૩ જેટલા જવાનોને નુકસાન થયું છે.…

૧૯૬૨ બાદ ભારત ચીન વચ્ચે ઘર્ષણનો માહોલ છે. ભારતના ૨૦ જવાનો શહીદ થયા છે તો સામે છેડે ચાઈનાના પણ ૪૩ જેટલા જવાનોને નુકસાન થયું છે. ફરીવાર ભારત ચીન વચ્ચે યુદ્ધ થાય તો કયો દેશ કોની પડખે રહે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ચાઈના હાલમાં વિશ્વભરમાં કોરોનાને કારણે ટીકાપાત્ર બન્યું છે.

હાલમાં મોટો સવાલ એ છે કે જો યુદ્ધ થાય તો અમેરિકા, રશિયા જેવા દેશો કોનો સાથ આપે. રશિયા પહેલેથી જ પરંપરાગત રીતે ભારતનું દોસ્ત રહ્યું છે.એ ભૂતકાળમાં અમેરિકાએ પાકિસ્તાન યુદ્ધ વખતે ભલે ભારત સામે રહ્યું હતું. પણ હવે પરિસ્થિતિ અલગ છે. અમેરિકા ચીન વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધ નો ફાયદો ભારતને જ મળશે અને અમેરિકા ભારત સાથે રહેશે.

આ સિવાય જાપાન, ઓસ્ટ્રેલીયા જેવા દેશો પણ ભારત સાથે રહેશે. ભૂતકાળમાં પણ આ બંને દેશોએ ભારતનો યુદ્ધની પરિસ્થિતિમાં આપ્યો છે. આ બંને દેશો સતત સંયુક્ત યુદ્ધ અભ્યાસ પણ કરતા રહે છે.

1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ અને 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે ભારતને આધુનિક શસ્ત્રો આપ્યા હતા ત્યારથી ભારત અને ઈઝરાયેલના સબંધો ગાઢ છે. પાકિસ્તાન પર થયેલી એર સ્ટ્રાઇક દરમ્યાન જે બોબ વપરાયા હતા તે પણ ઇઝરાયેલ ના બનાવટના હતા.

ફાંસ, કે જેની પાસેથી સતત ભારતીય સેના હવાઈ ફાઈટર પ્લેન મેળવતું આવ્યું છે તે પણ ભારત પડખે જ ઉભું રહેશે. ૧૯૯૮ માં થયેલ પરમાણુ પરીક્ષણ વખતે સમગ્ર દુનિયાના દેશો ભારતના આ પરાક્રમના વિરોધમાં હતા ત્યારે ફ્રાંસ એ ભારતની ખુલ્લી તરફદારી કરી હતી.

હવે ચાઈનાની વાત કરીએ તો ચાઈના સાથે પાકિસ્તાન, નેપાળ, ઉત્તર કોરિયા જેવા દેશો ચીનનું પડખું લે તેવી શક્યતાઓ રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *