જો તમે પણ આ રીતે મોબાઈલનો ઉપયોગ કરતા હોવ તો આજથી જ ચેતજો નહીતર બની શકો છો આ જાનલેવા બીમારીના શિકાર

Published on Trishul News at 10:22 AM, Fri, 7 May 2021

Last modified on May 7th, 2021 at 10:22 AM

આજકાલ મોબાઇલ ફોન મિત્રની જેમ આપણો સાથી બની ગયો છે. મોબાઇલ ફોન દરેકનાં જીવન સાથે વણાઈ ગયો છે. પરંતુ આપણે જો આટલી સાવચેતી નહીં રાખીશું તો મોબાઇલ ફોન આપણો જીવ પણ લઈ શકે છે. એટલે કે, એનો દુરુપયોગ સાઇલેન્ટ કિલરમાં પરિવર્તિત થઈ શકે છે. ઘાતક ઇબોલા વાયરસ કરતા પણ આપણો સ્માર્ટ ફોન મહામારી ફેલાવવા સમર્થ છે.

સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતી વખતે દુર્ઘટનાનો શિકાર બનવાની ઘટનાઓ, પ્રાઇવસી અને સિક્યોરિટી સમસ્યા વગેરે આપણી બેદરકારીનું પરિણામ છે. એક સર્વેક્ષણ અનુસાર 86% લોકોએ મોબાઇલ વાપરતી વખતે ઠોકર, પડી જવાથી કે અન્ય કારણોસર ઘણું સહન કરવું પડતું હોય છે.

ઘણાંને એવો વહેમ હોય છે કે, હું કાબેલ ડ્રાઇવર છું. એવાં ટેક્ષ્ટ મેસેજ મોકલવાં થોડી સેકંડ સડક ઉપરથી નજર હટાવી લે છે. પરંતુ કઠોર વાસ્તવિકતા એ છે કે, દર ચાર દુર્ઘટના પૈકી એક દુર્ઘટના આવાં કારણોથી થાય છે. એક અધ્યયન અનુસાર, ડ્રાઇવિંગ કરનાર 98% આવાં જોખમોથી પરિચિત હોય છે. “ટેક્ષ્ટ મેસેજ કરવો એ મારાં ડાબા હાથનો ખેલ છે” એવું સમજનાર ‘ડ્રાઇવર’ અંતે થાપ ખાઈ જાય છે. મોટાભાગે આવી દુર્ઘટનાનો રાહદારીઓ ભોગ બની જતાં હોય છે.

બેટરી ગરમ થવી:
તમારાં સ્માર્ટ ફોનની આધુનિક લિથિયમ-આયન બેટરી સર્વાધિક લોકપ્રિય છે. જે ફાટવાની ક્ષમતા ધરાવે છે. ચાર્જીંગ દરમિયાન બેટરી ફાટવાનાં સમાચાર આપણે અખબારોમાં વાંચીએ છીએ. છતાં ચાર્જીંગ વખતે આપણે ફોન પર વાત કરવાનું ટાળતા નથી.

રેડિયેશનનો ખતરો:
સ્વિડનમાં એક સમૂહ પર થયેલા અધ્યયન વખતે જણાયું હતું કે, ફોન પર સતત વાત કરનારને ટ્યુમર થવાનું જોખમ વધી જાય છે. ચાલતી વખતે વોટસએપ ચેક કરવાં કે ટેક્ષ્ટ મોકલી વખતે સીડી ઉપરથી પડી જવાનો ભય, આવું તો આપણે હંમેશા સમાચારોમાં વાંચીએ છીએ. એ જ રીતે સેલ્ફી લેવાનાં ઉત્સાહમાં કોમનસેન્સની સાથે જીવ ગુમાવનારની સંખ્યા પણ વધતી જાય છે. તમે જાણો છો કે, પાણી ભરેલા ટબની પાસે હેયર ડ્રાયરનો ઉપયોગ કરવો કેટલો જોખમી છે. આ ઉપરાંત ઘણાં લોકોનાં મોત બાથટબમાં ચાર્જીંગ ઉપર મૂકેલ આઇફોન પડી જવાને કારણે પણ થયાનું નોંધાયું છે.

સડક અને રેલવે ટ્રેક પસાર કરતી વખતે:
આ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર બેદરકાર રહે તો જીંદગી ગૂમાવી બેસે છે. મુંબઈની લોકલ દુર્ઘટનામાં સૌથી વધુ મોત કાનમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થાય છે.

મોબાઇલ ગેમ્સનો શિકાર યુવાધન:
સ્માર્ટ ફોન પર ગેમ રમવામાં મોતનો શિકાર થનાર તરૂણ અને યુવાનોના સમાચારો મિડીયામાં હેડલાઈન બને છે. બ્લુ વ્હેલ અને પબ્જી ગેમ્સ જેવી ખતરનાક રમતોથી આત્મહત્યા કરી લેવાની ઘટનાઓ પણ એટલી જ બને છે.

સોશિયલ મીડિયા યુવાનો માટે જીવનનો જાણે એક હિસ્સો બની ગયો છે. મોટાભાગનાં લોકો સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યાં રહે છે. એમને એ ખબર રહેતી નથી કે, આપણી જીંદગીમાં તેનો સકારાત્મક પ્રભાવ પડે છે કે નકારાત્મક….

વાસ્તવિકતા એ છે કે, યુવાપેઢી પોતાની આભાસી દુનિયામાં મસ્ત છે. જાણે તેઓ ફેસબુક, વોટસએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામની નવી દુનિયામાં વસે છે. સોશિયલ મીડિયા ઉપરથી નકારાત્મક વાતાવરણ પેદા થવાથી યુવાનો ડિપ્રેશન તરફ વળી જાય છે અને આત્મહત્યાને મોકળાશ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જો તમે પણ આ રીતે મોબાઈલનો ઉપયોગ કરતા હોવ તો આજથી જ ચેતજો નહીતર બની શકો છો આ જાનલેવા બીમારીના શિકાર"

Leave a comment

Your email address will not be published.


*