જો હવે ગમે ત્યાં થુંકયા તો પછતાવાનો વારો આવશે, દંડની રકમ સાંભળી થઇ જશો બેભાન. જાણો અહીં

Published on Trishul News at 2:06 PM, Fri, 20 March 2020

Last modified on March 20th, 2020 at 2:06 PM

કોરોના વાયરસનો ચેપ સંક્રમિત વ્યક્તિનાં જાહેરમાં થુંકવાના કારણે ફેલાતો હોવાની શક્યતા સેવાયેલી છે. જેથી જાહેરમાં થુંકવા ઉપર રવિવારનાં 15 માર્ચનાં રોજ સરકારે પ્રતિબંધ મૂક્યો છે એટલે કે સરકારે જાહેરમાં જે પણ વ્યક્તિ જાહેરમાં થુંકશે તેની પાસેથી 500 રૂપિયા દંડ લેવાનો નિર્ણય કર્યો હતો. જયારે હવે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. 500થી વધારીને રૂ. 1000 કરાશે. રવિવારનાં રોજ જાહેરમાં થુંકનારા વ્યક્તિઓને આરોગ્ય ખાતાની ટીમ દ્વારા પકડી પકડીને દંડ વસુલવામાં આવ્યો છે. શહેરનાં અઠવા ઝોન વિસ્તારનાં ગૌરવપથ, ડૂમસ રોડ સહિત સેન્ટ્રલ ઝોનનાં રેલવે સ્ટેશન-બસ સ્ટેશન, ચોક સહિતનાં વિસ્તારમાંથી મળીને કુલ 200થી વધુ વ્યક્તિઓને જાહેરમાં થુંકતા પકડવામાં આવ્યાં હતાં અને વ્યક્તિ દીઠ 500 રૂપિયા મુજબ 50 હજારથી પણ વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.

31 માર્ચ સુધી પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ

ગુજરાત રાજ્યમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાહેરમાં થૂંકવા બદલ 4 દિવસમાં 4500થી વધુ લોકોને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આજથી અમદાવાદના તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. 31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. 500થી વધારીને રૂ. 1000 કરાશે, દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી અટક કરાશે.મ્યુનિ.નો ઉદ્દેશ દંડના રૂપિયા ભેગા કરવાનો નહીં પણ લોકોમાં જાગૃતિ લાવવાનો છે, શહેરને સ્વચ્છ બનાવવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જો હવે ગમે ત્યાં થુંકયા તો પછતાવાનો વારો આવશે, દંડની રકમ સાંભળી થઇ જશો બેભાન. જાણો અહીં"

Leave a comment

Your email address will not be published.


*