જો WhatsAppની આ નવી પોલિસી એક્સેપ્ટ નહિ કરી તો ડીલીટ થઇ જશે તમારું એકાઉન્ટ- જાણો જલ્દી…

હાલમાં નવી પોલિસી માટે વ્હોટ્સએપ ફરી એકવાર એક્ટિવ થઈ છે. થોડા દિવસ પહેલાં કંપની યુઝર્સને પોલિસીનું જ્ઞાન આપી રહી હતી તો હવે વ્હોટ્સએપ યુઝર્સને પોલિસી…

હાલમાં નવી પોલિસી માટે વ્હોટ્સએપ ફરી એકવાર એક્ટિવ થઈ છે. થોડા દિવસ પહેલાં કંપની યુઝર્સને પોલિસીનું જ્ઞાન આપી રહી હતી તો હવે વ્હોટ્સએપ યુઝર્સને પોલિસી સંબંધિત ઓપ્શનની પસંદગી કરવા માટે રિમાઈન્ડર આપી રહી છે. રિપોર્ટ મુજબ જો યુઝર્સ વ્હોટ્સએપની નવી પોલિસી એક્સેપ્ટ નહિ કરે તો એપ કામ કરવાનું બંધ કરી દેશે. યુઝર્સ મેસેજ સેન્ડ પણ નહિ કરી શકે અને ચેટ પણ બેકઅપ લઈ શકશે નહી.

નવી પોલિસી એક્સેપ્ટ કરવા માટે કંપની દ્વારા યુઝર્સને 15 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ટેક વેબસાઈટ ટેક ક્રન્ચના રિપોર્ટ અનુસાર કંપની દ્વારા યુઝર્સને નવી પોલિસી એક્સેપ્ટ કરવા માટે રિમાઈન્ડર આપવામાં આવશે. કંપનીના FAQ પેજ અનુસાર જો યુઝર્સ 15 મે સુધી પોલિસી એક્સેપ્ટ નહિ કરે તો વ્હોટ્સએપ ફંક્શન લિમિટ કરવામાં આવશે.

વ્હોટ્સએપની તમામ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે યુઝર્સે નવી પોલિસી એક્સેપ્ટ કરવી જ પડશે. જો યુઝર તેને એક્સેપ્ટ નહિ કરે તો અકાઉન્ટ ઈનએક્ટિવ ગણીને કંપની દ્વારા તેને 120 દિવસની અંદર ડિલીટ કરી દેવામાં આવશે.

કંપનીના જણાવ્યા અનુસાર નવી પોલિસી નામંજૂર કર્યા બાદ યુઝર્સ કોલ અને નોટિફિકેશનનો એક્સેસ કરી શકશે, પરંતુ મેસેજ સેન્ડ અને રીડ થઇ શકશે નહી. એકવાર અકાઉન્ટ ડિલીટ થઈ જાય તો તેને રિવર્સ કરી શકાશે નહિ. યુઝર્સ મેસેજ હિસ્ટ્રીને હંમેશાં માટે ગુમાવી દેશે. સાથે જ અગાઉ જે ગ્રુપ્સમાં યુઝર એડ હશે તે તેમાંથી આપમેળે લેફ્ટ થઈ જશે. વ્હોટ્સએપના તમામ બેકઅપ ડિલીટ થઈ જશે. તેવામાં તમારી પાસે 2 ઓપ્શન છે…

1) તમામ સર્વિસનો લાભ લેવા માટે પોલિસી સ્વીકારી લો.

2) તમારી ચેટ હિસ્ટ્રી ડાઉનલોડ કરી અન્ય કોઈ એપ પર સ્વિચ થઈ જાઓ.

જો તમે વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કરવા માગો છો તો તમે આ રીતે ટેલિગ્રામ પર તમારી ચેટ હિસ્ટ્રી શિફ્ટ કરી શકો છો. ટેલિગ્રામ પર વ્હોટ્સએપ ચેટ ટ્રાન્સફર કરવાના સ્ટેપ્સ:

એન્ડ્રોઈડ યુઝર્સ વ્હોટ્સએપ ઓપન કરો. ત્યારબાદ જે યુઝર્સની ચેટ એક્સપોર્ટ કરવા માગતા હો તેની ચેટમાં જાઓ. ત્યારબાદ ટોપ રાઈટ સાઈડમાં આપવામાં આવેલા 3 ડોટ પર ક્લિક કરો. અહીં ચેટ એક્સપોર્ટના ઓપ્શન પર ક્લિક કરી નીચે આપવામાં આવેલા ટેલિગ્રામ આઈકોન પર સિલેક્ટ કરો. જો આઈકોન ન દેખાય તો વ્હોટ્સએપ અને ટેલિગ્રામ બંનેને અપડેટ કરો.

તમારે દરેક ચેટને એક એક કરી વારાફરતી ટ્રાન્સફર કરવાની રહેશે અને આ ફીચર ગ્રુપ ચેટ પર પણ કામ કરશે. પરંતુ મેસેજ ટેલિગ્રામ પર એક્સપોર્ટ કર્યા હશે તે દિવસમાં જોવા મળશે. વ્હોટ્સએપની જેમ તારીખ પ્રમાણે અલગ અલગ જોવા મળશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *