જો 100 બિટકોઈન નહીં આપો તો આ 4 હોટલમાં કરી દેશું બોમ્બ બ્લાસ્ટ: લશ્કર-એ-તોયેબા આતંકવાદી

દેશની રાજધાની મુંબઈની હોટલોને લશ્કર-એ-તોયેબાએ ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠને ધમકી આપી છે કે, 100 બિટકોઈન આપો નહીંતર મુંબઈ અને તેની…

દેશની રાજધાની મુંબઈની હોટલોને લશ્કર-એ-તોયેબાએ ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠને ધમકી આપી છે કે, 100 બિટકોઈન આપો નહીંતર મુંબઈ અને તેની હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસનાં જોઈન્ટ કમિશનરનાં જણાવ્યા અનુસાર, આંતકી સંગઠન લશ્કર એ તૈયબ્બાનાં નામથી ઈ-મેલ મોકલીને આ ધમકી આપવામાં આવી છે. જોકે, હાલમાં આ સમગ્ર મામલાની તપાસ સતત ઝીંણવટપૂર્વક ચાલી રહી છે.

લશ્કર-એ-તોયેબાનાં નામથી ઈ-મેલ મોકલીને અપાઈ ધમકી 

મળતી માહિતી અનુસાર, લશ્કર-એ-તોયેબાનાં નામથી મોકલાયેલ ધમકી ભર્યા ઈમેલમાં ચાર હોટલોને ફૂંકી મારવાની ધમકી આપી છે. આ ઈ-મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો 24 કલાકમાં અંદાજીત સવા સાત કરોડ રૂપિયા આપ્યા નહીં તો હોટલોને અમે ઉડાવી દઈશું. આ રકમ બિટક્વાઈનમાં માંગી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તમામ હોટલોની તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ એવું કંઈ શંકાસ્પદ જેવું કંઈ મળ્યું નથી. ત્યારે ATS અને BDDSને સુરક્ષાનાં કારણોસર હોટલોમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.

અમે બોમ્બ બ્લાસ્ટ કરી તમને ઉડાવી દઈશું

ઈ- મેઈલમાં લખ્યું છે કે અમે વિલાયતી પાકિસ્તાન છીએ. અમે શહીદ થવા તૈયાર છીએ. અમે બોમ્બ બ્લાસ્ટ કરી તમને ઉડાવી દઈશું. જો આ ઓપરેશન કેન્સલ કરવું હોય તો અમારા અકાઉન્ટમાં 100 બિટકોઈન(7 કરોડ) નાંખો. જો આમ ન કર્યું તો પછી જે કંઈ થશે તેના માટે તમે જવાબદાર રહેશો. અમે અલ્લાહના નામે મરવા તૈયાર છીએ.

ATS અને BDDSને સુરક્ષાનાં પગલે કરાઈ તૈનાત

પોલીસ હાલ તપાસ કરી રહી છે કે, આ ઈમેલ ક્યાંથી આવ્યું છે. મુંબઈની આ ચાર હોટલો છે, જે હોટલ લીલા, રમાડા, પાર્ક અને સી પ્રિંસ છે. તમામ ઉચ્ચઅધિકારીઓ સહીત વરિષ્ઠ પોલીસ ઓફિસર પણ આ તમામ હોટલો પર પહોંચીને લાંબા સમયથી તપાસ કરી હતી, પરંતુ તપાસ દરમ્યાન કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી. પરંતુ આ ઘટનાની ગંભીરતા જોઈને તમામ હોટલોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

ઈ-મેલમાં શુ ઉલ્લેખ કરાયો

મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે લશ્કર એ તૈય્યબા સેન્ટ્રલ વિલાયત ઓફ પાકિસ્તાન અને ખલીફા સમર્થોકોએ તમારી હોટલોમાં અમારા શહિદને મોકલ્યો છે. હવેના 24 ક્લાકમાં તે તમારી હોટલમાં હશે, જો તમે અમારી માંગોને પૂરી કરશો નથી તો તમામ જગ્યા પર વિસ્ફોટો થશે. જો આ ઓપરેશન કેન્સલ કરવું હોય તો અમારા અકાઉન્ટમાં 100 બિટકોઈન(7 કરોડ) નાંખો.

હોટેલને બંધ રાખવામાં આવી 

આ ધમકી ભરેલા ઈ -મેઈલના પગલે હોટેલના સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી. સાથે સાથે હોટેલને એક દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. પોલીસે પણ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ આ ઘટનામાં કોઈ બાબતને ચૂકવા માંગતી નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ વારંવાર આતંકવાદનો નિશાનો બનતું આવ્યું છે. પોલીસ કયા આઈપી એડ્રેસથી મેઈલ આવ્યો છે તેની તપાસ પણ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *