વરાછાની ઘટના : તું મારી સાથે લગ્ન નહી કરે તો તારા પતિને જાનથી મારી નાંખીશ

તારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં ? જો મારી સાથે લગ્ન નહીં કરશે તો હું તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા સરથાણાની પરિણીતાના …

તારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં જો મારી સાથે લગ્ન નહીં કરશે તો હું તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા સરથાણાની પરિણીતાના  સ્કૂલના મિત્ર વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સૌરાષ્ટ્રની વતની અને સુરતમાં સરથાણા વિસ્તારમાં પતિ સાથે રહેતી 22 વર્ષીય પરિણીતા થોડા સમય અગાઉ વરાછા ખાતે એક દુકાનમાં નોકરી કરતી હતી. ત્રણ માસ પહેલા નોકરી પતાવી સાડાસાત વાગ્યે ઘરે પગપાળા જતી હતી ત્યારે વરાછા મેઇન રોડ અરિહંત જ્વેલર્સ નજીક તેનો સ્કૂલ મિત્ર વિવેક કાંતિભાઈ ચોપડા (રહે.ગઢપુર ટાઉનશીપપાસોદરાસુરત) તેને જોઇ આવ્યો હતો અને પાછળથી તેનો હાથ પકડી લીધો હતો. પરિણીતાએ હાથ છોડી દેવા કહેતા વિવેકેતું મારી સાથે લગ્ન કરતું તારા પતિને છુટાછેડા આપી દે તેમ કહી તેની કમરના ભાગે હાથ લગાવી છેડતી કરી હતી. મારા લગ્ન થઈ ગયા છે તેમ પરિણીતાએ કહી દીધું હતું. ત્યારે તેનો પતિ કામ પરથી બાઇક પર આવતા તેની સાથે તે ઘરે ગઇ અને પતિને જાણ કરતા પતિએ પણ વિવેકને સમજાવ્યો હતો.

સપ્તાહ પહેલા પરિણીતા સરથાણા જકાતનાકા નજીક રહેતી સ્કૂલ ફ્રેન્ડને મળી ત્યારે ફ્રેન્ડે કહયું કેવિવેક ફ્રેન્ડ સર્કલમાં તારા વિશે ખરાબ વાતો કરે છે. સોમવારે સાંજે પરિણીતા એલ.એચ રોડ રહેતા માસીને ત્યાં જતી હતી ત્યારે અરિહંત જ્વેલર્સ નજીક વિવેક તેની પાછળ પાછળ આવ્યો હતો અને ગંદી ગાળો આપી કહ્યું હતું કેતારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં જો લગ્ન નહીં કરશે તો હું તારા પતિને જાનથી મારી નાખીશ.પરિણીતાએ ઘરે પહોંચી પતિને જાણ કરતા બીજા દિવસે વિવેકના ઘરે જઇ તેના માતા-પિતાને જાણ કરી હતી. પણ તેમણે કહયું કેવિવેક અમારી વાત માનતો નથી. છેવટે આ અંગે પરિણીતાએ વરાછા પોલીસ મથકમાં વિવેક વિરુધ્ધ છેડતીધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *