આ નુકશાન જાણી ફ્રીજનું ‘ઠંડુ પાણી’ પીજો… હોસ્પિટલના બીલ ભરવામાં ઘરબાર વેચાઈ જશે

ઉનાળાની(Summer) શરૂઆતમાં જ ગરમીનો(Heat) પ્રકોપ ખુબ જ વધારે છે. આથી ગરમીથી બચવા માટે લોકો ઠંડુ પાણી(Cold water) પીવાનું વધારે પસંદ કરે છે. તેમજ ઘણા લોકોને…

ઉનાળાની(Summer) શરૂઆતમાં જ ગરમીનો(Heat) પ્રકોપ ખુબ જ વધારે છે. આથી ગરમીથી બચવા માટે લોકો ઠંડુ પાણી(Cold water) પીવાનું વધારે પસંદ કરે છે. તેમજ ઘણા લોકોને ઠંડુ પાણી પીવાની ટેવ હોય છે. પરંતુ આ ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક(Harmful to health) સાબિત થાય છે. ઠંડુ પાણી પીવાના કારણે ગળામાં ખરાશ અને શરદી થવાનો ખતરો રહે છે.

ઉનાળામાં વધારે પડતી ગરમીને કારણે ઠંડી વસ્તુઓ ખાવા-પીવાનું વધુ સારું લાગે છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થતું હોય છે. કોરોનાકાળના સમય દરમિયાન કોરોનાના ડરથી લોકો ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળી રહ્યાં હતા, પરંતુ હાલ કોરોના ઓછો થતા અને ઉનાળો આવતા જ કેટલાક લોકો ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દે છે.

શું ઠંડુ પાણી પીવાથી કોરોના થઈ શકે છે?:
કોરોનાની આ સ્થિતિમાં લોકોને સવાલ થતા હોય છે કે, શું ઠંડુ પાણી પીવાથી કોરોના થાય છે? તો ના, એવું નથી કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી કોરોના થાય છે. પરંતુ એ પણ સાચું છે કે ગરમ પાણી પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેથી ડોક્ટર પણ હુંફાળું કે નવશેકું પાણી પીવાની સલાહ આપે છે. કારણ કે, ગરમ પાણીથી ગળા અને નાક સંબંધિત અનેક પ્રકારના ઈન્ફેક્શન નથી થતા.

ફ્રીજનું ઠંડુ પાણી પીવાના ગેરફાયદા:
ફ્રિજનું ઠંડુ પાણી પીવાની ટેવ હોય તો તે હાનીકારક સાબિત થાય છે અને ખાસ કરીને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે, ઠંડુ પાણી પીવાથી ગળામાં ખરાશ, ઉધરસ અથવા ગળામાં ઈન્ફેક્શન જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ કારણોસર ડોક્ટરો કોરોનાના સમયગાળા દરમિયાન ફ્રિજનું ઠંડુ પાણી ન પીવાની સલાહ આપતા હતા.

ઉનાળામાં તાપમાનના આધારે પાણી પીવો:
ઉનાળા દરમિયાન તાપમાન ખુબ વધારે હોય તો ગરમ અથવા નવશેકું પાણી પીવાને બદલે, માટલાનું પાણી પી શકો છો. આ પાણી પીવાથી કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી. અને આ પાણી ગરમ પણ હોતું નથી, તેથી ફ્રીજમાંથી ઠંડા પાણીની જરૂર પણ નથી. ફ્રીજ કરતા કુદરતી રીતે ઠંડુ થયેલું માટલાનું પાણી પીવું જોઇએ. જે ગરમીમાં ફાયદાકારક રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *