અનેક બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે પાલકનો રસ- જાણો કેવી રીતે કરવું જોઈએ સેવન?

ડોક્ટરો દ્વારા દરેક દર્દીઓંને પાલકનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. પાલકમાં મળતા રાસાયણિક તત્વો, જેમ કે મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક સાથે, ઘણા ફાયદાકારક ખનિજો અને…

ડોક્ટરો દ્વારા દરેક દર્દીઓંને પાલકનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. પાલકમાં મળતા રાસાયણિક તત્વો, જેમ કે મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક સાથે, ઘણા ફાયદાકારક ખનિજો અને વિટામિન્સ હાજર હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

પાલકના રસમાં આ વસ્તુઓ મિક્સ કરો:

મધ અને કાળા મરી: પાલકના રસનું સેવન કરતી વખતે, જો તમે મધ સાથે થોડી માત્રામાં કાળા મરી મિક્સ કરીને તેનું સેવન કરો છો, તો તમે શરદી અને ઉધરસની સાથે સાથે દમની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો.

ગાજર: પાલકના રસમાં મિશ્રિત ગાજરનો રસ પીવાથી એનિમિયા સમાપ્ત થાય છે. આ સિવાય ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળે છે, શરીર પરના ઘા જલ્દી રૂઝાઈ જાય છે.

અજમો: પાલકના રસમાં અજમો મિક્સ કરીને પીવાથી માત્ર ગેસ સંબંધિત સમસ્યાઓ જ નહિ, પરંતુ પેટમાં ઉત્પન્ન થતા કીડાને દુર કરવા માટે પણ મદદકર છે. આ રસના સેવનથી કીડા પેટની અંદર જ મરી જાય છે.

ટામેટા: પાલકના રસમાં ટમેટાનો રસ ભેળવીને પીવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને આળસ પણ દૂર થાય છે. તેમજ રોજ તેનું સેવન કરવાથી ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે અને ત્વચાને કુદરતી ચમક મળી રહે છે.

લીંબુનો રસ: અડધા કપ પાલકના રસમાં લીંબુના રસના થોડા ટીપા મિક્સ કરીને તેનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. તમારે દિવસમાં બે વાર તેનું સેવન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *