ટ્રાવેલિંગ કરવાનો પ્લાન હોય તો ગુજરાતની આ જગ્યાઓને ભૂલથી પણ ન ભૂલશો, જાણો અહીંની ખાસીયતો

Published on: 5:53 pm, Mon, 5 July 21

જો તમે પણ વીકેન્ડમાં બહાર ફરવા જવાનું ઈચ્છી રહ્યા છો તો આ અહેવાલ તમારા માટે મહત્વપૂર્ણ છે. આજે અહીં તમારા માટે આવી જ કેટલીક જગ્યાઓ અને ત્યાં મળતી સુવિધાઓની વાત કરવા માં આવી છે.

સાપુતારા મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું અને મુંબઈથી 250 કિલોમીટરના અંતરે આવેલું આ એક ખાસ રિસોર્ટ ગણવામાં આવે છે. પ્રવાસીઓ માટે આ સ્થળ સાઇટ સીન, ટ્રેકિંગ અને બોટિંગ એક્ટિવિટીને માટે જાણીતું છે. ખાસ કરીને અહીં સાપ ની મુલાકાત ખાસ બને છે. હોળી માં પુજાતા સાપ પણ અહીં સરળતાથી જોવા મળે છે. નેચર પ્રેમી અને સાથે વાઈલ્ડ લાઈફ માં રસ ધરાવનારા લોકોને માટે આ ખાસ પોઇન્ટ બની શકે છે. તો તમે સાપુતારાના પ્રવાસે જાઓ છો તો સાપુતારા તળાવ,વાંસદા નેશનલ પાર્ક, પૂર્ણા સેન્ચ્યુરી, ગિરા ફોલ્સ, પાંડવોની ગુફા તથા સૌથી ખાસ ગણાતા સનરાજ અને સનસેટ પોઇન્ટ ની મુલાકાત લઈ શકો છો.

આર્કિયોલોજી ના શોખીનો માટે ની આ બેસ્ટ જગ્યા છે. જો તમે અહીં જાઓ છો તો હિન્દુ અને ઇસ્લામિક ડિઝાઇન ને જોઈ શકો છો. અહીંની મુલાકાતે ગયા બાદ તમે જામા મસ્જિદ, કાલિકા માતા મંદિર, જૈન મંદિરો, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ મંદિર તથા લકુલિસા મંદિર તથા પાવાગઢ ફોર્ટની મુલાકાત લઈ શકો છો.અહી તમે લોકલ ફૂડ ની સાથે સાથે ફાફડા,કચોરી, થેપલા,ખાંડવી, ગાંઠીયા વગેરેની મજા માણી શકો છો.

પોરબંદર એ મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. અહીં અનેક મંદિરો અને ડેમ, બીચ,વાઈલ્ડ લાઈફ, સુદામા મંદિર, ભારત મંદિર, રામધૂન મંદિર અને હનુમાન મંદિર નો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક સ્થળ પોતે પોતાનું અનેરૂં મહત્વ ધરાવે છે. પોરબંદરની મુલાકાતે જાઓ તો કીર્તિ મંદિર, ભારત મંદિર, પોરબંદર બીચ અને મિયાની બીચ ની મુલાકાત લેવાનું ભુલશો નહીં. જો તમે લોકલ ફૂડ ટ્રાય કરવા ઇચ્છો તો ઢોકળા, ખાંડવી,થેપલા,બાંસુદી, ઘેવર, શીખંડ ને ટ્રાય કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.