જો આ મંદિરમાં રાત્રે રોકાયા તો બની જશો પથ્થરની મૂર્તિ, જાણો તેના પાછળની કહાની

Published on: 12:45 pm, Sun, 20 June 21

આ દુનિયાની અજીબો-ગરીબ છે. સમગ્ર વિશ્વ રહસ્યોથી ભરેલું છે. જેમાંથી અમુક રહસ્ય આપણી સામે આવતા રહેતા હોય છે. આજે ઘણા એવા સત્ય એવા પણ છે જે ઉજાગર થઇ શકતા નથી.

આજે અમે તમને એવા જ એક રહસ્યમય મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. પંડિત ની કહાની જાણીને તમે પણ એકદમ ચોંકી જશો. કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે કોઈ પણ આ મંદિરમાં રહી શકતું નથી. લોકોનું માનવું છે કે કોઈપણ વ્યક્તિ રાત્રી દરમિયાન આ મંદિર માં રહે તો પથ્થર બની જાય છે. પરંતુ આ ઘટના પાછળનું સત્ય શું છે તે હજુ સુધી પણ અકબંધ છે. તો ચાલો તમને જણાવીએ તેમના વિશેની રહસ્યમય વાતો…

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું ‘કિરાડૂ મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરની રચના દક્ષિણ ભારતીય શૈલી ના રૂપમાં છે. આ મંદિરને રાજસ્થાન રાજ્યનું ખજુરાહો પણ કહેવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર 1161 બીસિમાં સ્થાનનું નામ ‘કીરાત કુપ’ રાખવામાં આવ્યું હતું. જે મંદિરોની એક સાંકળ છે. તેના મોટા ભાગના મંદિરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. જ્યારે વિષ્ણુ મંદિર અને શિવ મંદિર ની હાલત ઠીકઠાક છે. આ મંદિર કોણે બનાવ્યું તે અંગેની કોઇ માહિતી નથી. આ મંદિરના નિર્માણને લઈને લોકોની અંદર એક માન્યતા છે. પરંતુ એક સમયે અહીં એવી ઘટના બની હતી જેનો ડર લોકોમાં ફેલાઇ ચૂક્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ઘણા વર્ષો પહેલાં અહીંયા એક સાધુ અને તેમના શિષ્યો સાથે આ મંદિરમાં પહોંચ્યા હતા. એક દિવસ સાધુ તેમના શિષ્યોને મંદિર માં છોડીને કઈક ફરવા ચાલ્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન શિષ્ય ની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ત્યારે સાધુ સાથે આવેલા અન્ય સીયા ગામના લોકોની મદદ લીધી પરંતુ કોઈએ તેમની મદદ કરી નહીં. સાધુને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ગુસ્સે થઈને તેમને ગામલોકોને શાપ આપ્યો કે બધા ગામના લોકો પથ્થર બની જાય.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલાએ સાધુના શિષ્યની મદદ કરી હતી. જ્યારે સાધુએ ગામની મહિલાઓને સાંજ પડે તે પહેલાં ગામ છોડી જવા માટે કહ્યું હતું અને પાછળ જોવે નહી. એક મહિલાએ પાછળ ફરીને જોયું હતું અને તે પથ્થર બની ગઈ હતી. પથ્થર બનેલી સ્ત્રી ની મૂર્તિ પણ મંદિર નજીક સ્થાપિત કરવામાં આવી છે. ત્યારથી લોકો આ વાતથી ખુબ જ ડરે છે અને રાત દરમિયાન કોઈ મંદિરમાં રહેતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.