શું તમારે ઝડપથી વજન ઘટાડવું છે તો દરરોજ કરો યોગના આ 3 પ્રકારના આસન

યોગ એક પ્રાચીન અભ્યાસ વિધિ છે જેનાથી અનેક પ્રકારની શારીરિક મુશ્કેલીઓ અને બીમારીઓને દૂર કરી શકાય છે. વજન ઘટાડવા માટે યોગમાં તમામ આસનો છે. શરીર…

યોગ એક પ્રાચીન અભ્યાસ વિધિ છે જેનાથી અનેક પ્રકારની શારીરિક મુશ્કેલીઓ અને બીમારીઓને દૂર કરી શકાય છે. વજન ઘટાડવા માટે યોગમાં તમામ આસનો છે. શરીર હળવું, સ્ફૂર્તિ અને તાકાત વધારવા માટે યોગ કરી શકાય છે. મોટાપાને દૂર કરવા માટે તમે અનેક ઉપાયો અજમાવી લીધા હશે પરંતુ જો કોઈ લાભ થયો નથી તો હવે યોગના આ 3 આસન કરો અને પછી જુઓ તેની અસર…

સાદડી કે કામળો સ્વચ્છ જગ્યાએ પાથરી તેની ઉપર સુવિધા પ્રમાણે સૂખાસનમાં અથવા પદ્માસનમાં બેસી જાઓ. ત્યારબાદ પોતાના જમણા હાથના અંગુઠાથી નાકના ડાબા ભાગને બંદ કરી લો અને નાકના છીદ્રથી શ્વાસ અંદર તરફ ખેંચો અને પછી ડાબી બાજુના નાકને આંગળીથી બંધ કરી દો. ત્યારબાદ જમણી નાસિકાથી અંગૂઠાને હટાવી દો અને શ્વાસ બહાર કાઢો. હવે જમણી નાસિકાથી શ્વાસ અંદર તરફ ભરો અને જમણા નાકને બંધ કરી ડાબી નાસિકા ખોલી શ્વાસને 8ની ગતિથી બહાર કાઢો. એમ 10 મિનિટ સુધી કરો. 10 મિનિટથી વધુ સમય સુધી તેનો અભ્યાસ ન કરવો જોઈએ.

સમતળ સ્થાન ઊપર કોઇ આસન પાથરી તેના પર પીઠના બળે સૂઇ જાવ. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ બંને હાથ, પગ અને માથાને ઊપર તરફ ઉઠાવો. આ અવસ્થાને નૌકાસન કહે છે. થોડી ક્ષણો સુધી આ પોઝીશન જાળવી રાખો. પછી ધામે-ધીમે હાથ, પગ અને માથું જમીન પર પરત લઇ આવો.

બાલાસન પણ મોટાપો ઘટાડવામાં મદદરૂપ થાય છે. સૌથી પહેલા જમીન પર મેટ પાથરીને એડીના બળ પર બેસી જાવ. હવે હાથ ઉપરની તરફ ઉઠાવો અને સાથે શ્વાસ બહારની છોડતા તમારું માથું જમીન પર ટેકવી દો. આ પોઝમાં 3 મિનિટ સુધી રહેવાની કોશિશ કરો અને ત્યાર બાદ મૂળ સ્થિતિમાં આવી જવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *