મારી જોડે વાત કર, બીજા ફોટો આપ નહી તો તારા ઓપન પિકચર પોસ્ટ કરીશ

Talk to me, I'll post your open picture if you don't give me another photo

TrishulNews.com

અડાજણના મ્યુઝિક ટીચરના ફોટો મુકી બે બોગસ ફેસબુક આઇડી બનાવનાર અજાણ્યાએ બીજા ફોટો  નહી મળે તો બિભત્સ ફોટો ફેસબુકમાં ઉપલોડ કરવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને મ્યુઝીક ટીચર તરીકે નોકરી કરતી 21 વર્ષીય નિર્ભયા (નામ બદલ્યું છે) એક માસ અગાઉ ફેસબુકના એક એકાઉન્ટના પ્રોફાઇલ પીકચરમાં તેનો ફોટો દેખાતા મેેસેન્જર પણ મેસેજ કરી ફોટો કાઢી નાંખવા કહયું હતું. પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો. ત્યારબાદ તેના જ ફોટા સાથેના અન્ય ફેસબુક એકાઉન્ટ પરથી તેને ફેસબુક મેસેન્જરમાં મેસેજ આવવા લાગ્યા હતા.

Loading...

મેસેજ કરનાર લખતો હતો કે મારે તારૃ કામ છેમારી જોડે વાત કર. જો તારા પિક્ચર મૂકી આઇડી બનાવ્યું છે તું મારા જોડે વાત કર. મારે તારૃ કામ છે તો જ હું તારા પિક્ચર કાઢીશ. નિર્ભયાએ કહ્યું હતું કે હું તને ઓળખતી નથીતું શું કામ મારા પિક્ચર અપલોડ કરે છે. પરંતુ તે વ્યક્તિ માન્યો ન હતો અને મેસેજ કરી ધમકી આપી હતી કમારા જોડે સરખી રીતે રહે અને સરખી રીતે વાત કર અને પિક્ચર આપે તો હું ક્યારેય કશું ન કરીશ. પણ હવે તે બ્લોક કર્યો તો હું તને કહેવા પણ નહીં તારા ઓપન પિક્ચર ફેસબુકમાં પોસ્ટ કરી દેવા જોજે.

બાદમાં તેણે નિર્ભયાનો ફોટો એડિટ કરી બિભત્સ બનાવી મેસેન્જરમાં પણ મોકલ્યો હતો. નિર્ભયાએ આવું ન કરવા કહેતા તે વ્યક્તિ સતત મેસેજ કરી બીજા ફોટોગ્રાફની માગણી કરતો હતો. આથી છેવટે નિર્ભયાએ તેના વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ જે બી આહીરે વધુ તપાસ હાથ ધરી છે.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...