સુરતમાં એસ્સાર- આર્સેલર મિત્તલ કંપની પર કરોડોની સરકારી અને ખેડૂતોની જમીન પર ગેરકાયદે લેન્ડગ્રેબિંગનો આરોપ

Illegal land grabbing on crores of government and farmers' land at Essar-Arsenal Mittal Company in Surat

Published on: 2:35 pm, Fri, 27 August 21

ગુજરાત સરકાર દ્વારા પ્રાઇવેટ કે સરકારી જમીનનો ગેરકાયદે ઉપયોગ કરનાર શખ્સો પર કડક કાર્યવાહી કરવા માટે લેન્ડગ્રેબિંગ નો કાયદો લવાયો છે. પરંતુ આ કાયદો સુરતમાં કરોડો રૂપિયાની કંપની ધરાવતી એસ્સાર સ્ટીલ કંપની અને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની ને લાગુ ન પડતી હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. સુરતમાં સામાજિક કાર્યકર ગોપાલ પટેલએ આ કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની સરકારી જમીન પર કરેલા લેન્ડગ્રેબિંગ વિરુદ્ધ કલેકટર અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.

સુરતના હજીરા ગામ ખાતે કેટલાક સર્વે નંબરો સરકારી જમીન વાળા છે. જેમાં એસ્સાર સ્ટીલ કંપની અને હવે આર્સેલર મિત્તલની કંપની દ્વારા 2004 ની સાલથી કબજો કરવામાં આવેલો છે. જે મળતી માહિતી અનુસાર સરકાર શ્રી તરફથી ચાર ચાર વખત નોટિસ મળ્યા બાદ પણ હજી સુધી જગ્યા ખાલી કરી રહ્યા નથી.

સુરતના કલેકટરશ્રીને થયેલી ફરિયાદ અનુસાર લેન્ડગ્રેબિંગ હેઠળ આવેલી આ જમીન 1954 થી 2004 સુધી ભાડા પટ્ટે હતી. જે પાછળથી શરતભંગ બદલ સરકાર હસ્તક થઈ ગઈ હતી. આ જમીન શાંતિભાઈ જેરામભાઈ પટેલ અને જનકભાઈ શાંતિભાઈ પટેલ દ્વારા બારોબાર વેચાણ લઈને વેચાણ કરી નાખ્યું હોવાનો દાવો થયો છે અને બિનઅધિકૃત રીતે સરકારી જમીન પર કબજો કરી કરાવી કંપનીનું મોટું બાંધકામ કરાવી ચૂક્યા છે. તેને અધિકારીઓએ નોટિસ પણ પાઠવી હોવાના અહેવાલ મળ્યા છે. જોકે આ નોટિસ બાબતે કોઈ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

સરકારની પડતર જમીન પર રોક્વેલનું બાંધકામ કરી આ કંપની હાલમાં પણ ઉપયોગ કરી રહી છે. જેથી આ કંપની અને આ કંપનીને જમીન બારોબાર વેચી નાખનાર ઈસમો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે.

હજીરાની 355 અને 358 સર્વે નંબરમાં આવેલી સરકારી પડતર જમીન પર કેટલા વિસ્તારમાં દબાણ કરાયું છે તે અંગેની તપાસ કરવા માટે પણ અરજ કરાઈ છે. અને આ કંપનીને આ બાબતે દંડ કરાયો છે કે નહિ તે બાબતે પણ પ્રશ્ન કરવામાં આવ્યા છે. આ બાબતે આ અરજી અંતર્ગત તપાસ કરી રહેલા નાયબ મામલતદાર કક્ષાના અધિકારી અભિષેક પટેલએ આ જમીન પ્રકરણની તપાસ એક અઠવાડિયામાં થઇ જશે તેવું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati આર્સેનલ મિત્તલ, આર્સેલર મિત્તલ, એસ્સાર, લેન્ડગ્રેબિંગ